(અમિત પટેલ.અંબાજી)
ગુજરાત એટલે વિકાસશીલ રાજ્ય તરીકે સમગ્ર દેશ મા જાણીતું છે,ગુજરાતના તમામ તાલુકામા સૌથી પછાત તાલુકો એટલે દાંતા,આ તાલુકામાં મોટાભાગની જનતા આદિવાસી સમાજની બહુમતી ધરાવે છે,આ વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે,આ પ્રદેશ પર્વતીય અને ડુંગરો વચ્ચે આવેલો છે આ તાલુકામા સરકારની મોટાભાગની યોજનાઓ અને કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે,આ વિસ્તારમાં સૌથી વધુ કૌભાંડ થઇ રહ્યા છે પણ વહીવટી તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા મા જોવા મળી રહ્યા છે, વધુ મા દાંતા તાલુકામા 212 જેટલા નાના નાના ગામો આવેલા છે અને આવા ગામોમા ગામે ગામે બોગસ ડોક્ટરો ની હાટડીઓ ખુલી ગઈ છે જેમની પાસે આર્યુવેદીક ,હોમિયોપેથીક જેવી ડિગ્રી હોય છે અને સારવાર એલોપેથીક ની કરી રહ્યા છે.
ગુજરાત ના આરોગ્ય વિભાગ ના સચીવો અને જીલ્લા આરોગ્ય અધિકારીઓએ આ દાંતા વિસ્તારની મુલાકાત લે તો ખ્યાલ આવે કે કેવી લાલીયાવાડી ચાલી રહી છે,નર્સની ડિગ્રી ન હોવા છતાં આવા દવાખાના મા 10 ધોરણ નાપાસ સ્ટાફ રાખવામાં આવે છે અને અહીં સારવાર માટે આવતા ગરીબ દર્દી ને આ સ્ટાફ ઇન્જેક્શન અને બોટલો ચઢાવી રહ્યા છે,દાંતા તાલુકામા સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે 250 કરતા વધુ ડોક્ટરો પાસે એમબીબીએસ ની ડિગ્રી ન હોવા છતાં આવા ઊંટવૈદ્ય ડોક્ટરો એલોપેથીક સારવાર કરી ગરીબ અને આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડા કરી રહ્યાં છે,આવા ડોક્ટરો પાસે લાખોની સંપત્તિ બની ગઈ છે અને આજ કારણે જીતપુર ,દલપુરા ,રંગપુર ,ભચડીયા ,માંકડી ,લોટૉલ ,સેંકડા,અંબાજી ,હડાદ ,દાંતા થી લઈને નાના નાના ગામો મા બોગસ ડોક્ટરો ના દવાખાના ધમધમી રહ્યા છે
@@ ડોક્ટરો એલોપેથીક સારવાર કઈ રીતે કરી શકે @@
હાલમાં ચોક્કસપણે કહી શકાય છે કે એમબીબીએસ ડિગ્રી ધરાવતા જ ડોક્ટરો એલોપેથીક સારવાર કરી શકે છે છે તે સિવાયની ડિગ્રી ધરાવતા ડોક્ટરો એલોપેથીક સારવાર કરી શકે નહીં ,પણ દાંતા તાલુકામાં આવું બમ બમા બમ ચાલી રહ્યું છે,દાંતા તાલુકાનું આરોગ્યતંત્ર તો સાવ ખાડે ગયુ છે અને આજ કારણે ગામે ગામ આવી હાટડીઓ ખુલી ગઈ છે,હડાદ ખાતે એક મેડીકલ સ્ટોર વાળો ” બાપુ ” આવા બોગસ ડોક્ટરો નો વહીવટ કરે છે ,અંબાજી ખાતે પણ એક ખાનગી ડોક્ટર આ વહીવટ કરે છે અને દાંતા ખાતે ” સુલતાન” નામનો માણસ આવો વહીવટ કરે છે જે બાબત શરમજનક ગણી શકાય
@@ડોક્ટરો પોતાના હોસ્પીટલ મા દવાઓ કઈ રીતે રાખી શકે ?@@
એમબીબીએસ કે બીજી ડિગ્રી વાળા ડોક્ટરો પોતાના હોસ્પીટલ કે ક્લીનીક મા દર્દીઓની સારવાર કરી શકે પણ તેમના ત્યા દવાઓનો સ્ટોક રાખી શકે નહીં પણ અંબાજી થી લઈને આખા તાલુકામાં બધુ બમ બમા બમ ચાલી રહ્યું છે,મેડીકલ સ્ટોર્સ વાળા ફાર્માસીસ્ટ ની ડિગ્રી ધરાવે છે અને તેજ લોકો દવાઓનો સ્ટોક રાખી શકે પણ દાંતા તાલુકામાં કોઈ રણીધણી ન હોવાના કારણે આવા ડોક્ટરો દર્દીના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડા કરી રહ્યા છે
@@દાંતા તાલુકામા 3 બોગસ ડોક્ટર પોલીસે પકડયા પણ આરોગ્ય વિભાગ દેખાયું નહીં ! @@
દાંતા તાલુકામાં જે 3 ડોક્ટર પકડાયા છે તે 3 ડોક્ટરોને પોલીસે પકડયા છે પણ આરોગ્યવિભાગ આ બાબતે ક્યાંય દેખાયું નથી જેમા 5 જૂન ના રોજ કોટેશ્વર ખાતેથી મુકેશ મણિમોહન મજુમદાર ,અંબાજી આઠ નંબર વાળો ઝડપાઇ ગયો હતો જયારે 6 જૂન ના રોજ વસી ખાતેથી કાંતીજી સરદારજી ઠાકોર ,નેદરડી વાળો ઝડપાઇ ગયો હતો અને 7 જુનના રોજ હડાદ ખાતે થી અમૃતભાઈ રેશ્મા ભાઈ રોઈશા ,મચકોડા વાળો પોલીસના હાથે પકડાઈ ગયો હતો