(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત જગતજનની મા અંબાનું મંદિર અંબાજી, ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી મંદિર બે મહિના બંદ રહ્યા બાદ 12 જૂન ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે વીટીવી ન્યૂઝ ચેનલ ના પૂર્વ ચેનલ હેડ ઈસુદાંન ગઢવી આજે બપોરે અંબાજી મંદિર ના દર્શન કરવા આવ્યા હતા.
ગુજરાતનાં ખેડૂતો થી લઈને તમામ લોકોનો અવાજ બનેલા ઇસુદાન ગઢવી રોજ રાત્રે આઠ વાગે મહામંથન કાર્યક્રમમાં ગુજરાત ના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓ સારી રીતે ઉઠાવતા હતા અને થોડા જ દિવસો અગાઉ ઈસુદાન ગઢવી vtv ન્યુઝ ચેનલ માંથી રાજીનામું આપ્યું હતું અને ગુજરાતમાં ચાલતી ચર્ચા મુજબ તેઓ 14 જૂનના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાશે ,પરંતુ હજી સુધી આ બાબતે ઈસુદાન ગઢવી કંઈ પણ કહ્યું નથી, આજે બપોરે અઢી વાગે ઈશુદાન ગઢવી અંબાજી મંદિર ખાતે મા અંબાના દર્શન કરવા આવ્યા હતા.
@@ ઈસુદાંનભાઈ ને મોટુ પદ મળી શકે છે @@
ગુજરાતના અવાજ બનેલા ઈસુદાન ગઢવી ઘરે-ઘરે જાણીતા બન્યા છે ત્યારે vtv ન્યૂઝ ચેનલમાં ઘણા વર્ષો સુધી કામગીરી કર્યા બાદ લોકો તેમના કામના વખાણ કરતા હતા અને અચાનક થોડા દિવસ અગાઉ તેમને vtv ન્યુઝ ચેનલ માંથી રાજીનામું આપ્યું હતું અને ટૂંક સમયમાં કોઈ નવા લક્ષ્ય સાથે જોડાવા ની જાણકારી આપવાની પણ વાત કરી હતી, અંબાજી યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ ગઢવી સાથે ઇસુદાન ગઢવી એ સૌજન્ય મુલાકાત કરી હતી.