શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેરને લઈને સરકાર દ્વારા મંદિરો અને ધર્મસ્થાનો ગાઈડલાઈન પ્રમાણે ખોલવામાં આવ્યા છે ત્યારે અંબાજી નજીક ચૂંદડી વાળા માતાજી ના આશ્રમ પર ચુંદડી વાળા માતાજીની વાર્ષિક તિથી પુર્ણ થતી હોઈ અહી બે દિવસીય પૂજા અર્ચના અને ભકિત સાથે પાઠ સહીત સહસ્ત્ર અલચન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોરોના કહેર વચ્ચે ખૂબ ઓછી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
14 જુનના રોજ અંબાજી નજીક પહાડોમાં આવેલા ચૂંદડી વાળા માતાજી ના આશ્રમ પર બે દિવસીય પૂજા અર્ચનાનો કાર્યક્ર્મ ઉજવવામાં આવ્યો હતો જેમાં આશ્રમ ખાતે ખૂબ ઓછી સંખ્યામાં સરકારના ગાઇડલાઈન પ્રમાણે ચૂંદડીવાળા માતાજીની સમાધી પર વિવિઘ પ્રકારના 1008 વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં કેરી થી લઈને ડ્રાયફ્રૂટ, ફળો, મીઠાઈ, ચોકલેટ સહિતના અનેક વસ્તુઓ સમાધી પર મૂકવામાં આવી હતી, ચરાડા થી ખાસ આવેલા જીતુભાઈ શાસ્ત્રી અને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી અને માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સમાધી પર વિવિઘ વસ્તુઓનો ભોગ સ્વરૂપે મંત્રોચાર સાથે અર્પણ કરવામાં આવ્યું હતું, આં પ્રસંગે જશુભાઇ પટેલ, મેહુલભાઈ જાની, અતુલભાઈ જાની સહીત વિવિઘ ભક્તો હાજર રહ્યા હતા કાર્યક્ર્મ બાદ ભોજન પ્રસાદી આપવામાં આવી હતી.
રિપોર્ટ બાય પ્રહલાદ પુજારી અંબાજી