માંગરોળ તાલુકાના નાનકડા એવા આરેણા ગામમાં રહેતા વાસાભાઈ જોટવા અને તેમનો પરિવાર કે જેઓના વારસામાં મળેલ ઈમાનદારીના સંસ્કાર અને સેવા તેમજ ક્યારે કોઈ પાસે લેવાની નહિં પણ આપવાની વૃતિ રહેલી છે કે જેના થકી ચક્ષુદાન,દેહદાન કે રક્તદાન જેવી દાન આપવાની પ્રવૃતિમાં આ પરિવાર અગ્રેસર રહ્યો છે.તો આવા મહાદાન કરવાની વૃતિ જેનામાં રહેલી છે તેઓ ક્યારેય બીજાનું લેતા નથી ભલે તે કિંમતી વસ્તુ કેમ ન હોય.વારસામાં મળેલ સંસ્કારો સંતાનોમાં ઉજાગર થાય છે.આજે આ પરિવારના વાસાભાઈ જોટવાના પુત્ર વિજયભાઈ જોટવાએ ઈમાનદારી દાખવી તેના પરિવારને માન અને ગૌરવ અપાવ્યું છે
વાસાભાઈ જોટવાના પુત્ર વિજયભાઈ S.T.ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે.તા.૨૧.૦૬.૨૧ના માંગરોળ ડેપોના અહેવાલ મુજબ તેઓ મુસાફર રુટ જુનાગઢ-બાંટવા-માંગરોળ રુટની બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.જેમાં મુસાફરી કરતા માવદીયા વિકીભાઈ પોતાનું પર્સ(પાકીટ)બસમાં ભુલી ગયેલ જેમાં રોકડ 4340/-₹ ઉપરાંત A.T.M.કાર્ડ અને આધારકાર્ડ હતા.જે વિજયભાઈને મળેલ તેમણે ઈમાનદારી બતાવી આ પર્સ માંગરોળ TC ઓફિસમાં જમા કરાવેલ.આધારકાર્ડના આધારે મુસાફર વિકીભાઈને ફોન કરી પર્સમાં રહેલ રોકડ અને કાર્ડ સ્ટેન્ડ ઈન્ચાર્જની હાજરીમાં TC હીરાભાઈ કરમટાના હાથે મુસાફરને પરત કરેલ.
વિજયભાઈ જોટવાની ફરજ પરની નિષ્ઠા,ઈમાનદારીને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.આપના પરિવારના ભુતકાળથી આજ દિન સુધીના સાંસ્કૃતિક વારસાને આપે જાળવી પરિવારનું માન અને ગૌરવ વધારેલ છે.