(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા રાજકીય નેતાઓ દ્વારા પોતાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજકીય નેતાઓ પણ દેવસ્થાને દર્શન કરવા આવી રહ્યા છે ,આજે અંબાજીની મુલાકાતે આવેલા અમીત ચાવડાએ અંબાજી સરપંચ ના ઘરે જઈને સૌજન્ય મુલાકાત કરી હતી.
અંબાજી ખાતે અમીત ચાવડા બૂધવારે રાત્રે આવ્યા હતા અને ત્યારબાદ વહેલી સવારે અંબાજી મંદિર મા આવી મંગળા આરતી મા ભાગ લઈને ગૂજરાત ના વિકાસ માટે અને જે લોકો કોરોના થી મૃત્યુ પામ્યા હતા તેમની આત્મા ને શાંતી મળે તે માટે પ્રાર્થના કરી હતી તેમને અંબાજી ખાતે રોડ, રસ્તા,લાઈટ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ સાથે આ ધામનો ઝડપી વિકાસ થાય અને વિકાસ થવાથી કોઈને નુકશાન ન થાય અને અંબાજી ખાતે આવતાં લોકોને સારી સુવિધાઓ મળી રહે તેવી માહીતી મીડિયા સમક્ષ આપી હતી.
@@ યોગેશ્વર કોલોની જઈને મુલાકાત કરી @@
અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ ગૂજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે સવારે યોગેશ્વર કોલોની ખાતે અંબાજી સરપંચ રામ અવતાર અગ્રવાલ ના ઘરે જઈને સૌજન્ય મુલાકાત કરી હતી તેમની સાથે કૉંગ્રેસ ના નેતાઓ જોડાયાં હતાં અને ધીરજ મહેતા સહિત અગ્રણીઓ જોડાયા હતા ત્યારબાદ અમીત ચાવડા પાલનપુર ખાતે ગયા હતા