જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
देहरादून, 2 मई 2026: हर्षल फाउंडेशन द्वारा आयोजित “दून हस्तशिल्प बाजार 2026” का…
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ
પ્રયાગરાજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 4 થી 6 મે, 2026…
દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્રુપનો ભવ્ય કાર્યક્રમ
દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ,…
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે…
અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને અંબાજી એસટી ડેપોના સહકાર થી અંબાજી ડેપો ખાતે…
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ
શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં…
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર…
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ રાધનપુર.…
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર
અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬
દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું…
















