જામનગર : આગામી તા.૧૫-૦૭-૨૦૨૧ થી ૨૮-૦૭-૨૦૨૧ સુધી એચ.એસ.સીની પરીક્ષાઓ (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ તથા રિપીટર માટે) યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દૂષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને “પરિશિષ્ટ”માં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રોમાં તા.૧૫-૦૭-૨૦૨૧ થી ૨૮-૦૭-૨૦૨૧ સુધી સવારના ૯:૩૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ નિયત કરેલ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે.
પરિશિષ્ટ
ક્ર્મ પરીક્ષા કેન્દ્ર શાળા/કોલેજનુ નામ ક્ર્મ પરીક્ષા કેન્દ્ર શાળા/કોલેજનુ નામ
૧ શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ૬ સેન્ટ આન્સ હાઇસ્કુલ
૨ શ્રી એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય ૭ એલ.જી.હરીયા હાઇસ્કુલ યુનિટ-૨
૩ શ્રી પ્રણામી હાઇસ્કુલ ૮ સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ
૪ ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કુલ ૯ શ્રી સજુબા સરકારી ગર્લ્સ સ્કુલ યુનિટ-૧
૫ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ૧૦ ડી.એસ.ગોજીયા હાઇસ્કુલ
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.