Breaking NewsLatest

સંગઠનના શિલ્પીનો વિદાય સમારંભ……

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના પ્રણેતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ખાતે પોતાની ફરજ બજાવતા આદરણીય શ્રી આર.જે. રામ સાહેબ પોતાની ફરજ બદલીના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદાય રહ્યા છે ત્યારે શ્રીઆહીર સમાજ સુરેન્દ્રનગર તથા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ-સુરેન્દ્રનગર દ્વારા રામ સાહેબના વિદાય સમારંભ આયોજનનું લીંબડી ખાતે  કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ફરજ દરમ્યાન શ્રી રામ સાહેબે ન માત્ર સમાજને સંગઠિત કર્યો,પરંતુ અનેક યુવાનોને સેવાકાર્યમાં પ્રવૃત્ત કર્યા.શ્રી  રામ સાહેબના સમાજ પ્રત્યેના આ ભગીરથ કાર્યને બિરદાવવા આ કાર્યક્રમમાં આહીર સમાજ સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી જગદીશભાઈ આહિર મંત્રીશ્રી મહેશભાઈ ચાવડા સહમંત્રીશ્રી રાજુભાઈ વરુ તથા ડો.હરેશભાઈ બાંભણિયા,ડો.કવાડ સર, કરશનભાઈ આહિર, ડો.કુમનભાઈ આહિર સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમારંભમાં શ્રી જગદીશભાઈએ જિલ્લામાં શ્રી રામસાહેબના અનેરા કાર્યોને બિરદાવ્યા હતા. શ્રી મહેશભાઈ ચાવડાએ સાહેબ સાથે કરેલા કાર્યના સ્મરણોને વાગોળતા સાહેબની કામ કરવાની કુનેહને યાદ કરી હતી. સમારંભમાં શ્રી રામસાહેબે પણ પોતાના જિલ્લાના આગેવાનો સાથે થયેલા સકારાત્મક અનુભવોને યાદ કરી પરિવારની લાગણી વ્યક્ત કરી હતી. સમારંભમાં સૌ આગેવાનો દ્વારા શ્રી રામ સાહેબનું શાલ અને સન્માન પત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *