ગુરૂ પૂર્ણિમા ના શુભ દિવસે હરિદ્વાર શાંતીકુંજ પ્રેરિત ગાયત્રી તીર્થ અંબાજી ખાતે પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધા પાવડી પૂજન કરી ગુરૂ આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા.ગાયત્રી તીર્થ અંબાજીમાં વિવિધ સામાજિક ઉત્થાન ની પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે જે પૈકી આજરોજ વિશ્વ કલ્યાણ અર્થે જપ અને યજ્ઞ તેમજ મહિલાઓ સારું અલગ વિશેષ નવીન ઑફિસ અને સાધના ખંડ નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં અગણિત લોકો છે કે ફક્ત પોતાનું ન વિચારી વિશ્વના કલ્યાણ અર્થે પણ જપ, તપ,દાન,યજ્ઞ જેવા વિવિધ સત્કર્મો થી જોડાયેલ છે.
હાલમાં કોરોના જેવી અનેક વિધ મહામારીઓ તેમજ સરહદી આતંક જીવ માત્ર ઉપર હાવી છે કારણ માત્ર માનવીજ છે કુદરતે આપેલ પર્યાવરણનું , જીવ જંતુઓનું જતન ભૂલી ગયા છીએ. શુદ્ધ વાતાવરણ કુદરતે આપેલ ગિફ્ટ હતી પરંતુ સાચવવામાં આપણ સહુ નિષ્ફળ ગયા છીએ. પરંતુ અંબાજી મુકામે આવેલ ગાયત્રીતીર્થ ભુમીની ભૂમિમાં કુદરતે આપેલ જૈવિક વિવિધતા ને સાચવી રાખવા અથાગ પ્રયત્નો કરી રહેલ છે.
આ સંકુલ ની વાત કરીએ તો મંદિર પરિસર, સાધના ખંડ, સાધકોના નિવાસ આવેલ છે અહી બહાર થી લોકો સાધના કરવા સારું આવે છે.
ખાસ વાત કરવામાં આવે તો અહી વરસાદી પાણી નો મોટા પાયે સંગ્રહ થાય છે, સોલાર સિસ્ટમ છે તેમજ પડતર જમીન માં ઔષધિય વનસ્પતિ કે જેનું શાસ્ત્રો સમર્થન આપે છે તે પણ ઉછેર કરી તેમાંથી વિવિધ ઔષધિ બનાવી લોકહિતમાં મદદરૃપ બને છે.આમ વિશ્વ કલ્યાણ અર્થે જપ,તપ,સાધના અને યજ્ઞ સાથે સાથે પર્યાવરણ જતન નું શુભ કાર્ય અવિરત ચાલુ છે.
ગાયત્રી તીર્થ માં અંબાજી અને ગબ્બર મધ્યે તે પણ પર્વત ની ટોચ પર આવેલ હોય અહીંનો નજારો કઈક અલગ વાતાવરણ સ્થાપિત કરે છે ધર્મ પ્રત્યે આસ્થારાખનારે આ સ્થળ ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ તેવું ધર્મ પ્રેમી જણાવી રહ્યા છે.
:- ગબ્બર નવદુર્ગા મંદીર ખાતે ગુરપૂર્ણિમાની ઊજવણી :-
અંબાજી થી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર ચાલતા જવાના માર્ગ પર નવદુર્ગા મંદીર આવેલ છે, આ મંદીર ખાતે બડેબાપુ ના સેવકો દૂરદૂર થી આવી પોતાના ગુરૂ ના આશીર્વાદ લીધા હતા, અને અહિ ભક્તો દ્વારા ગુરુ વંદના સાથે કાર્યક્રમ યોજાયો હતો.
:- ચુંદડી વાળા માતાજીનાં મંદિરે ગુરૂ પૂર્ણિમા યોજાઇ :-
અંબાજી નજીક ગબ્બરના પહાડો વચ્ચે આવેલા ચૂંદડી વાળા માતાજીના આશ્રમ ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા અને ચૂંદડી વાળા માતાજીના સમાધી સ્થળ પર ભકતો પોતાના પરિવાર સાથે દર્શન કર્યા હતા, અહિ નવચંડી યજ્ઞ નું પણ આયોજન કરવામા આવ્યુ હતું અને ભકતોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો
પ્રહલાદ પૂજારી અંબાજી