ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુ પૂર્ણિમા નું મહત્વ જણાવો શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા.24
ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવાર ની પાટણ શહેર નાં ધાર્મિક મંદિરો,ગુરૂ ગાદીઓ ઉપર ભક્તિ મય માહોલમા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પવિત્ર પવૅ પ્રસંગે પાટણની સંગીત ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા મેળવનાર તેમજ કોરોના નાં કપરાં સમયે જરૂરિયાત મંદ કલાકારો ને આર્થિક મદદ પુરી પાડવામાં સહભાગી બનેલ નીરવ ગાંધી મ્યુઝિક એકેડમી ખાતે પણ ગુરૂ પૂર્ણિમા પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગુરૂ પૂર્ણિમા નાં આ પાવન પર્વ ની ઉજવણી પ્રસંગે મહેમાન તરીકે પાટણ નગરદેવી કાલીકા માતા મંદિર પરિસર નાં પુજારી અને જાણીતા ઇતિહાસકાર,લેખક એવા અશોકભાઈ વ્યાસ,લોડૅ ક્રિષ્ના સ્કુલ ના સંચાલક ડો. અમિતભાઈ પટેલ , ડો. ઉમેશ શાહ, ધીરેન મહેતા ,,રાજ મહારાજા,પરેશભાઈ રામી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ નું સંચાલન ડો. આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું
ગુરૂ પૂર્ણિમા ઉત્સવ ની શુભ શરૂઆત ગુરુ વંદના ગીત દ્વારા દિયા સોની ,
વાંસળી વાદન, ડો.રાકેશ પટેલ , પિન્કી બેન પંચાલ
તબલા વાદન સુહાન પટેલ દ્વારા નાં સથવારે નિરવ ગાંધી દ્વારા કરવામાં આવી હતી.તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુરૂ મહિમા નું જ્ઞાન પિરસી ગુરૂ પૂર્ણિમા નાં પાવન પર્વ ને યાદગાર બનાવ્યો હતો.
કાયૅક્રમ ની આભારવિધિ નીરવ ગાંધી દ્વારા કરવામાં આવી હતી.
અંત માં પ્રસાદ લઈ ને બધા છૂટા પડેલ
રિપોર્ટ બાય દિનેશ ચૌધરી પાટણ