ભારત દેશના તમામ ઓબીસી સમાજને નીટની પરીક્ષામાં નિયમ મુજબ અનામત આપવા અને વસ્તી ગણતરી કરવા અખિલ ભારતીય યદુવંશી મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ હેમંત લોખીલની માંગ
કેન્દ્રની ભાજપ સરકારે ઓબીસી-બક્ષીપંચ સમાજ સાથે ભારે અન્યાય કર્યો છે. નીટની પરીક્ષામાં 27 ટકા અનામત લાગુ કરવા, જાતિ જનગણના કરવા અખિલ ભારતીય યદુવંશી મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ હેમત લોખીલની ટીમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે તેમણે કહ્યું કે, સૌનો સાથ,સૌનો વિકાસ ભાજપ સરકારનો મંત્ર છે તો ઓબીસી સમાજને કેમ અન્યાય કરવામાં આવી રહ્યું છે
કેન્દ્ર સરકારને રજુઆત છે કે, દેશમાં ઓબીસી સમાજની જનસંખ્યા 52 ટકાથી પણ વધુ હોય તો દેશની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બનાવવામાં સૌથી વધુ યોગદાન ઓબીસી સમાજનું હોય છે ઓબીસી સમાજને 1993થી શિક્ષણ તથા સરકારી નોકરીમાં 27 ટકા સંવિધાન મુજબ આરક્ષણ મળે છે પરંતુ અત્યાર સુધી 11 ટકા મળ્યું છે ઓલ ઇન્ડિયા મેડિકલ સંસ્થાના નીટના કોટામાં 2017 થી 2021 સુધી 40,842 સીટોની પરીક્ષા માટે એક પણ સીટ ઓબીસી યુવકને મળી નથી જેના હિસાબે 11,027 સીટોની નુકશાની થઈ છે જે ઓબીસી અનામતને ખતમ કરવાનું તથા ઓબીસી યુવક – યુવતીઓને ડોક્ટર બનવાથી રોકવાનું રાજનીતિક કાવતરું ગણી શકાય છે જે કાયદાની વિરુદ્ધમાં છે ઓબીસી સમાજને 27 ટકા અનામત મળતું ન હોવાથી ઓબીસી સમાજના યુવાધનમાં ભાજપ સરકાર સામે રોષ છે કેન્દ્ર સરકારે તાજેતરજમાં જાહેર કર્યું છે કે વસ્તીગણતરી કરવામાં નહિ આવે, સરકાર શા માટે ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવા માંગતી નથી જ્યાં સુધી ઓબીસી સમાજની વર્તમાન જનસંખ્યાની ખબર જ નહીં હોય તો લોક કલ્યાણની યોજના કેવી રીતે બનશે ઓબીસી સમાજની શૈક્ષણિક – રાજકીય -આર્થિક પરિસ્થિતિ કઈ રીતે સુધરશે આ માટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય યદુવંશી મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમત લોખીલની માંગ છે કે જે 27 ટકા અનામત લાગુ કરવામાં આવે તથા વસતી ગણતરી કરવવામાં આવે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા