આહીર સમાજે દિકરાની ઉતરક્રિયાના દિવસે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે 40 બોટલ રક્ત એકત્રિત કર્યું
ઉમરાળા તાલુકાના ધોળા નજીકના જાંજમેર ગામના યુવાન સાગરભાઈ મેઘાભાઈ ચાવડા તા.20,7,2021ના રોજ પોતાના ગામ જાંજમેર થી બાઈક પર ધોળા જંકશન જઈ રહ્યા હતા ત્યારે અચાનક રેઢિયાળ પશુ આડુ ઉતરતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સાગરભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ટુકી સારવાર બાદ સાગરભાઈએ દેહ છોડી દીધો હતો આહીર સમાજ અને ચાવડા પરિવાર ઉપર કુદરતે કોપ વેર્યો દુઃખ ભર્યા દિવસોમાં ચાવડા પરિવારે ઉતરક્રિયાના દિવસે આજે તા.31,7,2021 રોજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સહિતના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજી 40 બોટલ રક્ત એકત્રિત કરી પોતાના દીકરાને રકતાંજલી અર્પણ કરી
તાલુકા ભરના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ ઉપર રેઢિયાળ પશુઓ અને રોઝડા ઓનો ખૂબ ત્રાસ છે અને અનેક નિર્દોષનો ભોગ લેવાઈ છે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ ઉઠી રહી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા