ગાંધીનગર: રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વના ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. જે નિમિત્તે તા. 04 ઓગસ્ટના દિવસે “ નારી ગૌરવ દિન ” સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ દિન નિમિત્તે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિવિધ સ્થળો ખાતે નારી ગૌરવ દિવસના કાર્યક્રમો યોજાશે.
અમદાવાદ શહેરમાં પાલડી ખાતેના ટાઉનહોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં વન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવિધ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગતના લાભોથી લાભાન્વિત કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તેઓ નમસ્તે સર્કલ, શાહપુર પાસે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરશે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સીંગરવા ગામે ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. ધોળકા તાલુકામાં સરસ્વતી અનંતકાળ હોલ ખાતે પૂર્વ મંત્રી શ્રી આઇ.કે. જાડેજા અને વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણની ઉપસ્થિતિ રહેશે. અમદાવાદની સાણંદ નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ નારી ગૌરવ દિવસના કાર્યક્રમમાં જોડાશે.
અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતની સંવેદનશીલ સરકારે નારી કલ્યાણ અને નારી ગૌરવ માટે અનેકવિધ પગલા ભર્યા છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે ગુજરાતની મહિલાઓનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.રાજ્યની મહિલાઓને વધું સશક્ત બનાવવાના શુભ આશય થી 4 થી ઓગસ્ટના દિવસે નારી ગૌરવ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાશે.
……………………………….