ગુજરાતમાં ટેટ વેલીટીનીમાં નિર્ણય ન થવાને કારણે ટેટ પાસ ઉમેદવારોની ગુજરાતી માધ્યમની 3300 જેટલી જગ્યા પર કરવામાં આવનાર વિદ્યાસહાયક ભરતી વિલંબમાં પડેલી છે.
આ બાબતે ટેટ પાસ ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરતા ભાવનગરમાં શિક્ષિત ઉમેદવાર હરદેવ વાળાએ કેન્દ્રીયશિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઈમેલના માધ્યમથી એક પત્ર મોકલ્યો હતો.
જેમની નોંધ લઈને કેન્દ્રીય શિક્ષણ વિભાગમાં ઉપ સચિવ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગને ટેટ પાસ 47 હજાર બેરોજગારના પ્રશ્નનું તાકીદે નિવારણ લાવવા અને અરજદારની રજૂઆતની યોગ્ય કાર્યવાહી કરવા સુચન કરવામાં આવેલ છે.આ બાબતે ગુજરાત શિક્ષણ વિભાગ કેટલું સતર્ક થઈને કાર્યવાહી કરી વિદ્યાસહાયકના ઉમેદવારોની ભરતી કરશે એ જોવું રહ્યું.
ટેટ પ્રતિનિધિ હરદેવ વાળા