કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તથા પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. મંત્રીશ્રીઓએ સાંજની આરતીમાં ભાગ લઈ ભક્તિભાવ પૂર્વક માતાજીની પૂજા અર્ચના કરી હતી.
આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર)એ જણાવ્યું હતું કે, આજે માં અંબેના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મા અંબેને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે માતાજી લોકોની સેવા કરવાની વધુ શક્તિ આપે તથા આપણું રાજ્ય અને દેશ કોરના મુક્ત બને તે માટે પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે દેશ અને દુનિયામાં કોરોનાના થર્ડ વેવની ચર્ચા ચાલી રહી છે ત્યારે થર્ડ વેવ આવે જ નહીં તથા મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે અને આપણું રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી