ગાંધીનગર: “વર્લ્ડ ફોટોગ્રાફી ડે 2021”* *ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિતે ” મારી નજરે મારું ગાંધીનગર “ ફોટો સ્પર્ધા નું આયોજન કરે છે, જેમાં ભાગ લેવા ઇચ્છુક દરેક સ્પર્ધકો એ નીચે જણાવેલ મુદ્દા ઘ્યાન માં રાખી ભાગ લઇ શકે છે.
1. “મારી નજરે મારું ગાંધીનગર” ની લાક્ષણિક તસ્વીર સ્પર્ધકે 2 કોપી અલગ અલગ જગ્યા ની 8×12 સાઈઝ ની RGB પ્રિન્ટ ની હાર્ડ કોપી માં આપવાની રહેશે.
2. આ સ્પર્ધામાં દરેક ઉંમર ની વ્યક્તિ ભાગ લઇ શકે છે.
3. સ્પર્ધા ભાગ લઈને હાર્ડ કોપી જમા કરવાની તારીખ 11 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી ની છે, 16 ઓગસ્ટ બાદ એન્ટ્રી લેવામાં આવશે નહિ તેની નોંધ લેવી.
4. સ્પર્ધા માં ટોટલ વહેલા તે પહેલા ધોરણે 100 એન્ટ્રી માન્ય છે અને દરેક વ્યક્તિ એ વધુ માં વધુ 2 ફોટો અલગ અલગ જગ્યા ના આપવાના રહેશે.
5. 8×12 સાઈઝ ના 2 ફોટો અલગ અલગ જગ્યા ની હાર્ડ કોપી બંધ કવર માં આપવી અને કવર ઉપર સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર લખવો.
6. ભાગ લેનાર સ્પર્ધકો માટે 5000 થી વધુ ના ઇનામ રાખેલ છે જેમાં 1 થી 5 ક્રમ પ્રમાણે ઇનામ અપાશે.
7. ભાગ લેનાર સ્પર્ધકો એ વિશ્વ ફોટોગ્રાફી દિવસે એટલે 19 ઓગસ્ટ ના રોજ સાંજે 5:00 વાગે સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ, કુડાસણ ખાતે આવવાનું રહેશે ત્યાં નિર્ણાયક શ્રી દ્વારા પ્રદર્શન માં લાગેલ ફોટો માંથી વિજેતા જાહેર કરવામાં આવશે.
8. સ્પર્ધકે 19 ઓગસ્ટ ના રોજ પોતે એક વ્યક્તિ એ આવવાનું રહેશે.
9.ફોટો જમા કરવાનું સ્થળ : મંગલમ ફોટો સ્ટુડિયો, સેક્ટર -16, ઘ -5, ગાંધીનગર. અનંતભાઈ ભાવસાર, ફોન: 9426388683, ફોટો જમા કરવાનો સમય સવારે 10:00 થી 12:30 અને સાંજે 4:00 થી 7:00 નો રહેશે.
10. ભાગ લેનાર સ્પર્ધકો એ પોતાની ફોટો કોપિની સોફ્ટ કોપી અમારા ઇમેઇલ આઈડિ [email protected] પર મેઈલ કરવાની રહેશે.