અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ તેમજ ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે તા . ૧૨ .૦૮.૨૦૨૧ ને ગુરુવારના રોજ વયનિવૃત સન્માન સમારોહ ,આજ રોજ તા ૨૪\૦૮\૨૦૨૧ ના રોજ ઉજવાયો હતો અને નવીન ગ્રંથાલયમાં મંગલ પ્રવેશ તેમજ તેજસ્વી વિધાર્થી ઓનું સન્માન – એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો . આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શેઠશ્રી સંવેગ લાલભાઇ વયનિવૃત થતાં પ્રિ . એન . ડી . પટેલ તથા જુ . ક્લાર્ક જે . ડી . પટેલની કોલેજ કાળ દરમ્યાનની તેમની કામગીરીને બિરદાવી હતી . સમારંભના મુખ્ય મહેમાન શ્રી ડૉ . મણિલાલ હ . પટેલ , અતિથિ વિશેષ શ્રી ડૉ . હસિત મેહતા તથા પ્રા . જે . બી . દવે વગેરે ઉપસ્થિત રહી તેમના સાલસ સ્વભાવ અને કોલેજના વિકાસને વેગવંતો બનાવવા બદલ ભારોભાર પ્રસંશા કરી હતી . આ સાથે કોલેજના નવીન ગ્રંથાલયમાં શેઠશ્રી સંવેગ લાલભાઈના હસ્તે મંગલ પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો . અરવલ્લી વિધાભવન ટ્રસ્ટના ખજાનચી શ્રીમાન હરિહર પાઠકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ સંસ્થાના કાર્યકારી આયાર્યશ્રી ડૉ . વી . સી . નિનામા , પ્રા . ડૉ . કે . ડી . પટેલ , શ્રી જે . કે . પટેલ , મંત્રીશ્રી , અરવલ્લી વિધાભવન ટ્રસ્ટ , ડૉ . અજયભાઈ પટેલ , આચાર્યશ્રી , આર્ટસ કોલેજ શામળાજી વગેરેએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રતિભાવો આપ્યા હતા . આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા | III હતા સમગ્ર કાર્યક્રમનું સંચ આર . જે . દેસાઇ તેમજ આભારદર્શન જશુભાઇ પટેલ ઉપાધ્યક્ષ અરવલ્લી વિધાભવન ટ્રસ્ટ કર્યું હતું……
નિકુંજ રાવલ ખેડબ્રહ્મા