Ahmedabad

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા

અમદાવાદ, સંજીવ રાજપૂત, 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે વિમાન ક્રેશ થયું જેમાં 250 ઉપર લોકોએ જીવ ગુમાવ્યા તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા. રાજેન્દ્ર તનુરાવ પાટનકર જીઆઈએસએફએસના સિક્યુરિટી ગાર્ડ‌ જેઓ તે સમયેઅતુલ્યમ -4 હોસ્ટેલ, બીજે મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.

તે ગોઝારા દિવસે તેઓ તેમના પોઇન્ટની બિલ્ડીંગ પર ફરજ બજાવતા હતા જ્યાં વિમાન ટકરાયું હતું અને તે દરમ્યાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર ભાઈ ચાલુ ફરજમાં ઘાયલ થયા હતા.

તેઓને સારવાર માટે તત્કાલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા હતા. 18 જૂન 2025ના રોજ આશરે સાંજે 5:15 કલાકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. જેમની તા 19 ના રોજ અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન, . અંબિકા નગર વિભાગ-1, મેઘાણીનગર અમદાવાદથી અશોક મિલ સ્મશાન ખાતે નીકળવામાં આવી હતી.

જેમાં GISFSના‌ જવાનો તેમજ અધિકારી ગિરીશ ઠાકુર, વાય.એમ. સૈયદ, સેંગલ ચેતન, ઉમાકાંત પરમાર, ઓફિસ સ્ટાફ આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા સાથે જોડાયા હતા અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સેલ્યુટ સાથે પોતાના સાથીને વિદાય આપતા ક્ષણભર માટે વાતાવરણ ગમગીન બન્યું હતું અને તમામ અધિકારીઓ અને જવાનોએ પરિવારને સાંત્વના આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *