સંજીવ રાજપૂત, એબીએનએસ અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન નું 15 હજાર 502 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીના સુધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું. અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે AMC નું 15 હજાર 502 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈએ રજૂ કરેલ બજેટ અંગે જાણકારી આપી હતી
જેમાં AMCના નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચુકવનારને 12% રિબેટ મળશે તેમજ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચુકવશે તો 15% રિબેટ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાનું 15 હજાર 502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે જણાવીએ કે, મહાપાલિકા કમિશનરે 14 હજાર 1 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું હતું. પણ બજેટમાં 1 હજાર 501 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચુકવનારને 12% રિબેટ મળશે તેમજ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચુકવશે તો 15% રિબેટ મળશે જ્યારે અગાઉ એડવાન્સ ટેક્સ ચુકવવા ઉપર 10% રિબેટ મળતી હતી. તો બીજી તરફ AMCએ ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ કરનારાઓને રાહત આપી છે. ઈ-વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં 100% રાહત આપી છે
ઉપરાંત અનેક જગ્યા બ્રિજ, બગીચા, રોડ રસ્તા અને અન્ય ઉપયોગી કામો કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. આ બજેટમાં અન્ય કોઈ પણ વધારાનો ટેક્ષ શહેરીજનો પર લગાવવામાં આવ્યો નથી.કુલ બજેટ 15502 કરોડનું જાહેર કરાયું.
ઓલમ્પિક 2036ને ધ્યાનમાં રાખી શહેર નાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ને ડેવલપ કરવા આયોજન કરાશે. ગ્રીન અમદાવાદ અને સ્મલ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરાયું છે. એડવાન્સ ટેક્ષ ચૂકવનારને 10 ટકા નાં સ્થાને 15 ટકા રિબેટ અપાશે.
ઇ વેહિકલ માં વાહન વેરામાં 100 ટકા રાહત આપવામાં આવી. મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલનાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ અને ખારી કટ કેનાલ ફેઇજ 2 નું નવીનીકરણ કરાશે.
ઘોડાસર ઇસનપુર લાંભા વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારિકટ કેનાલની કામગીરી કરાશે. ટીપી રોડ પરનાં દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે. બાપુનગર ખાતે 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે.
સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોન ને 1 કરોડ ની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરાયો.જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારા નાં 1 કરોડ ચૂકવવામાં આવશે. શહેરમાં અંગદનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી.મનપા કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો કરાયો
આ બજેટ દરમ્યાન મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર બાંછાનિધિ પાની, ડેપ્યુટી મેયર સહિત AMC કર્મીઓ અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.