અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘૂસણખોરો સામે સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર JCB સ્ટ્રાઈક દ્વારા અમલમાં મુકવામાં આવી. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે.
જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા અને
ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ તવાઈ બોલાવી હતી.ચંડોળામાં 150થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા હતા.
અહીં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મહાઉસ અને મકાનો પર JCB અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું. 1,000થી વધુ પોલીસકર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો,
સિયાસત નગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે કોમ્બિંગ કર્યું, અને ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી, ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓની હાજર રહ્યા.
અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. જ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલેશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. આ સાથે માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો રાજ્યના ડીજીપી એ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.
બપોર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સીપી ઓફીસ પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.