ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત “GATE 2026” તેઓના વાર્ષિક એક્ષપોનો તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે દ્વિતીય દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો. સમગ્ર દિવસ દરમિયાન ઉચ્ચ-પ્રભાવશાળી ચર્ચા, ભવિષ્યલક્ષી સંવાદ અને અર્થપૂર્ણ ઉદ્યોગ જોડાણ સંપન્ન થયા. વિવિધ સત્રોમાં જેવાકે સેમિકન્ડક્ટર, ડીપ ટેકનોલોજી, વેન્ચર કેપિટલ, સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વગેરેમાં આ તમામ સેક્ટર્સ સાથે જોડાયેલ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ તેઓના વિચારો તેમજ ભવિષ્ય દર્શી સૂચનો વ્યક્ત કર્યા અને તમામ સેશનને ઉદ્યોગજગત માટે પરિણામલક્ષી બનાવ્યા.આ બિઝનેસ કૉન્ક્લેવમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનનીય પદાધિકારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.
દિવસની મુખ્ય વિશેષતા ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર પેનલ ચર્ચા બની રહી, જેમાં પ્રણવ નાયર, હેડ ઓફ કોસ્ટિંગ એન્ડ પ્રાઇસિંગ, કેન્સ સેમિકોન, જેરી અરુકન અગ્નેસ, ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ; મનીષ પટેલ, ચીફ ટેકનિકલ ઓફિસર, ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ; અને IIT ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના પ્રોફેસર નિહાર મહાપાત્રાએ ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા અંગે વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ શેર કરી. સત્રનું સંચાલન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓએ પોલિસી અલાઇનમેન્ટ તેમજ તે પરત્વે શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગને આ ક્ષેત્રમાં વિકાસ માટે મહત્વપૂર્ણ પરિબળો તરીકે ભાર મૂક્યો હતો.
સમિટની અન્ય મહત્વપૂર્ણ ચર્ચામાં “ભારતમાં AI પ્રોડક્ટ્સ અને ડીપ ટેક સેક્ટરના ભવિષ્યના વિકાસશીલ રોકાણ” વિષય પર નિષ્ણાતોની પેનલે તેઓના વિચારો તેમજ સૂચન વ્યક્ત કર્યા હતા. આ ચર્ચામાં યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ ના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર અનિલ જોશી; સીફંડના સહ-સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર મયૂરેશ રાઉત; GVFLના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોશી; જાવા કેપિટલના સ્થાપક ભાગીદાર વિનોદ શંકર; અને દ્રોણ સાયબર સોલ્યુશન્સ ના સહ-સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડિરેક્ટર ધ્રુવ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. STIR એડવાઇઝર્સના મેનેજિંગ પાર્ટનર ઋષભ શાહ દ્વારા સંચાલિત આ સત્રમાં વિવિધ સાહસો માટે કેપિટલ ઉભી કરવા અંગેના પરિબળો, AI-સંચાલિત નવીનતા અને આપણા દેશના એક ડીપ-ટેક પાવર હાઉસ તરીકે ઉદભવ પર ખુબ ઉપયોગી દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
અન્ય સેશનમાં ભારતમાં ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ ઈકોનોમી પર ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં ગણેશ હાઉસિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શેખર પટેલ; ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટના પ્રમુખ શ્રીમતી મનીષા મલ્હોત્રા; ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીલ શાહ; અને ગગન નારંગ, ઉપપ્રમુખ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓના વિચારો તેમજ સૂચન વ્યક્ત કર્યા હતા. કન્સલ્ટન્ટ, પબ્લિક અફેર્સ, શ્રીમતી આકાંક્ષા શામવાણી દ્વારા સંચાલિત આ પરિચર્ચામાં રોકાણની તકો, માળખાગત વિકાસ અને ભારતના રમતગમત ઇકોસિસ્ટમને આકાર આપવામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સમગ્ર આ દિવસની હાઈલાઈટ બની રહી પ્રખ્યાત અભિનેત્રી, લેખક અને વાચક શ્રીમતી સોનાલી બેન્દ્રેની ઉપસ્થિતિ. તેઓ સાથેની “ફાયર સાઇડ ચેટ” નું સંચાલન શ્રીમતી આકાંક્ષા શામવાનીએ કર્યું હતું. આ સત્રમાં પરંપરાગત વ્યાવસાયિક ક્ષેત્રોથી આગળ વધી વ્યક્તિગત સ્થિતિસ્થાપકતા, રી-ઇન્વેન્શન (પુનઃ શોધ) ની જરૂર તેમજ આ ક્ષેત્રે સક્ષમ નેતૃત્વ પર ખુબ પ્રભાવિત વિચાર પ્રસ્તુત થયા હતા તેમજ સમગ્ર સેશન દરમિયાન પ્રેક્ષકો દ્વારા પ્રતિઘોષ આ સેશનની હાઈલાઈટ બની રહ્યા હતા.
ભારતના સ્ટાર્ટઅપ અને રોકાણ ઇકો સિસ્ટમ ને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા કોંકરંટ સેશન “સ્ટાર્ટ-અપ રાઉન્ડ ટેબલ” માં વિવિધ ફાઉન્ડર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ્સ, અને સમગ્ર ઇકોસિસ્ટમ ને ઇન્ફ્લ્યુન્સ કરનારા વિવિધ મહાનુભાવો એ ભાગ લીધો હતો તેમજ આ વિષય પર અર્થપૂર્ણ સંવાદ થકી સમગ્ર સેશનને રસપ્રદ બનાવ્યું હતું. આ પરત્વે કોલેબોરેટીવ તકો અને સ્ટ્રેટેજિક એક્સચેન્જ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
“શેપિંગ ઇન્ડિયા @ 2047: ધ પ્લેબુક ફોર સ્ટાર્ટઅપ્સ એન્ડ કેપિટલ” વિષય પરની પેનલ ચર્ચામાં મેડઅર્થા કેપિટલના મેનેજિંગ પાર્ટનર ગણેશ સબત; વિન્સેર પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર શ્રીમતી નિધિ ખુમાન; 247VCના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર યજ્ઞેશ સંઘરાજકા; SINE IIT બોમ્બેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શાજી વર્ગીસ; અને પ્રણવ સંઘવી, ડિરેક્ટર, મેરાક વેન્ચર્સ, સ્ટીયરએક્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લલિત સિંગલાએ સત્રનું સંચાલન કર્યું હતું. સમગ્ર પરિચર્ચામાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને સ્કેલિંગ કરવા અને 2047 સુધીમાં ભારતના મૂડી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.
વિવિધ “પિચ મેરેથોન સત્રો” ઉભરતા સ્ટાર્ટઅપ્સ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યા હતા, જેનાથી તમામ ઉભરતા ઉદ્યોગકારોને, વિવિધ રોકાણકારો અને ઉદ્યોગક્ષેત્રના વરિષ્ટ નેતાઓની નિષ્ણાત પેનલ સમક્ષ તેઓના વિવિધ ઇનોવેશન પ્રસ્તુત કરવાની તક મળી હતી, જેમાં ગણેશ સબત, મેનેજિંગ પાર્ટનર, મેડઅર્થા કેપિટલ, શ્રીમતી નિધિ ખુમાન, વિન્સેર પાર્ટનર્સ, મેનેજિંગ પાર્ટનર યજ્ઞેશ સંઘરાજકા, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, 247VC; શાજી વર્ગીસ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સ્ટીયરએક્સ, પ્રણવ સંઘવી, ડિરેક્ટર, મેરાક વેન્ચર્સ; અનિલ જોશી, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ; મયુરેશ રાઉત, સહ-સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, સીફંડ; મિહિર જોશી, મેનેજિંગ ડિરેક્ટર, GVFL; વિનોદ શંકર, સ્થાપક ભાગીદાર, જાવા કેપિટલ; ધ્રુવ પંડિત, સહ-સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડિરેક્ટર, દ્રોણ સાયબર સોલ્યુશન્સ; અને ઋષભ શાહ, મેનેજિંગ પાર્ટનર, STIR એડવાઇઝર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુંદર પ્રોત્સાહન અને સહકાર પૂરો પાડ્યો હતો. વિવિધ “પિચ મેરેથોન સત્રો” થકી રાજ્યની ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, મૂડીની ઉપલબ્ધતાને સક્ષમ બનાવવા અને ઉચ્ચ-સંભવિત સાહસોને માર્ગદર્શન આપવા માટે ચેમ્બરની સતત પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થઈ હતી.
“GATE 2026” સમિટનો બીજો દિવસ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા, વ્યૂહાત્મક સંવાદને શક્ય બનાવવા અને સસ્ટેનેબલ આર્થિક વિકાસને વેગ આપવાની વિઝનનું જીવંત ઉદાહરણ બની રહ્યું હતું. સમગ્ર “GATE 2026” સમિટ ભારતના ભવિષ્ય માટે વિવિધ વ્યવસાય અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા બાબતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ છે.
















