Ahmedabad

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાંદલોડિયા વોર્ડની ચૂંટણીને અનુસંધાને ઉમેદવાર ભુપેન્દ્રભાઈ શંકરભાઈ પંચાલ (ગામ વેજાવાળા)નું જહુ ધામ, માંડવી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુવાજી રમેશભાઈ પંચાલ દ્વારા તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શ્રી વિશ્વકર્મા પંચાલ સેવા સમાજ (વઢિયાર પંથક)ના સભ્યો તેમજ ચાંદલોડિયા વોર્ડની વિવિધ સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા પણ ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્તરે મળતા આદર અને પ્રતિસાદ પરથી સ્પષ્ટ થાય છે કે ભુપેન્દ્રભાઈ શંકરભાઈ પંચાલને ચાંદલોડિયા વિસ્તારના મતદારો તેમજ સમાજના લોકો તરફથી વ્યાપક સમર્થન અને પ્રેમ મળી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 33

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *