bhavnagar

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા કરવામાં આવેલ છે જેમાં પ્રથમ ત્રિદિવસીય ગ્રીષ્મ પારાયણ હાઉસિંગ બોર્ડ ઝોન ના કેશવ નગર ના કોમન પ્લોટ માં કરવામાં આવેલ હતું.

આ પારાયણના મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી નો લાભ પ્રાપ્ત થયેલ હતો.

શ્રીમદ ભાગવત ના મર્મ આધારિત આ કથામાં વેદ અને ઉપનિષદ તથા પુરાણ આધારિત ભક્ત પ્રહલાદ, ધ્રુવ તથા સંત શ્રી નારદ મુનિ ના ઉદાહરણો દ્વારા સરળ અને રસાળ શૈલીમાં કથાવાર્તા કરવામાં આવેલ જેમાં માનવ જીવન ના સાર સમાન “અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ” સાધના મંત્ર પ્રમાણે જીવન સાર્થક કરવા માટેનો ઉદ્દેશ્ય રહેલો હતો.
આ પારાયણ નો લાભ લેવા માટે મહુવા શહેરના નગર શ્રેષ્ઠિઓ, ઉદ્યોગપતિઓ, વેપારી ભાઈઓ સોસાયટી વિસ્તારના નગરજનો તથા સત્સંગી હરિભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહીને કથા વાર્તા નો લાભ લીધેલ હતો.

અંતિમ દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવાના કોઠારી સ્વામી શ્રી પૂજ્ય વિનમ્ર મુની સ્વામી એ પણ મહુવામાં જન્મ લીધેલ એવા પૂજ્ય ભગતજી મહારાજ ના જીવનનો અર્ક એ શ્રી ભાગવત ના મર્મ સમાન જોવા મળે છે તેમ જણાવેલ હતું, આથી જ મહુવા શહેરના અલંકાર સમાન માલણ નદીના કિનારે આવેલ ભગતજી મહારાજના સ્મૃતિ મંદિર ની ખ્યાતિ વિશ્વવિખ્યાત થયેલ છે.

મહુવા એપીએમસી ના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણી દ્વારા સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવા બદલ પૂજ્ય સંતો તથા કાર્યકરો અને સહકાર આપનાર નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ ગ્રીષ્મ પારાયણ અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં તારીખ 20 થી 22 વાઘેશ્વરી માતાના મંદિરમાં તથા તારીખ 23 થી 25 ગોકુલનગર શ્રીજી કૃપા તથા તારીખ 27 થી 29 બારપરા વિસ્તારમાં છગનભાઈ સેતાના ઘર પર રાખવામાં આવેલ હોય મહુવા ના દરેક નગરજનોને આ ગ્રીષ્મ પારાયણ નો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *