Ahmedabad

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું

અમદાવાદ સંજીવ રાજપૂત: કરાટે ડો ફેડરેશન- ગુજરાત (ભરૂચ) રજીસ્ટ્રેશન નંબર એફ -1602 એ ગુજરાત રાજ્ય કક્ષાની કરાટે રમત સંસ્થાના ૧૦ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થવા બદલ સંસ્થા દ્વારા ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ, મંત્રી, રેફેરી, કોચીસ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું એક મહાસંમેલન સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં કરાટે ડો ફેડરેશન- ગુજરાત દ્વારા ૧૦ વર્ષમાં કરેલ કર્યો અને સિદ્ધિ દર્શાવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન કરાટે ડો ફેડરેશનના પ્રમુખ કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે, “કરાટે ડો ફેડરેશનની સ્થાપના ૨૦૧૪ માં ભરૂચ ખાતે કરવામાં આવેલી તેની નોંધણી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ અને સોસાયટી એક્ટ હેઠળ કરવામાં આવેલ છે. આ સંસ્થાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત હોવાથી અને ૨૦૧૪થી અત્યાર સુધી એશિયન કરાટે ફેડરેશન (માન્યતા ઓલિપિક કાઉન્સિલ ઓફ એશિયા) અને વર્લ્ડ કરાટે ફેડરેશન (માન્યતા ઇન્ટરનેશનલ ઓલિપિક કમિટી) દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ ફેડરેશન નું રાજ્યકક્ષાનું સભ્યપદ ધરાવતું હોવાથી અને માત્ર ભરૂચના નહિ પણ સમગ્ર ગુજરાતના ખેલાડીઓ આ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી આ ફેડરેશનના નામ પાછળ ગુજરાત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કરાટે ડો ફેડરેશન ગુજરાતને ૨૦૧૯થી ગુજરાત રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના કરાટેના મંડળ તરીકે માન્યતાઆપવમાં આવેલ છે અને ૨૦૧૯માં ભારતની સવોચ્ચ કહી શકાય એવી રમતની સંસ્થા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન હેડ હોક કીમીટ દ્વારા નેશનલ કરાટે ફેડરેશનના ઇલેક્શનમાં ગુજરાત રાજ્યના કરાટે રમત ના માન્ય એસોસએશન વોટર તરીકે આમંત્રિત કરવામાં આવેલ.”

૨૦૧૪માં જયારે કરાટે ડો ફેડરેશન ગુજરાતની સ્થાપના થઇ ત્યારે કરાટે ગુજરાતનું રાષ્ટ્રીય કક્ષાએ મેડલ ટેલી માં કોઈ પણ જગ્યાએ નામો નિશાન ન હતું કરાટે નો ખેલ મહાકુંભ, સમર કેમ્પ અને સીઓઈ જેવા ગુજરાત ગોવેર્નમેન્ટ ના પ્રોગ્રામ માં સમાવેશ થયેલ ન હતો પણ આ સંસ્થાના પાયાના કાર્યકરો કલ્પેશ મકવાણા, મહેશ રાવલ, હરજેન્દરસિંગ ગિલ અને અન્ય સભ્યોના અથાક પ્રયત્નો થી કરાટે રમત નો ખેલ મહાકુંભ, સમર કેમ્પ અને સી ઓ ઈ માં સમાવેશ થયો અને આજે ગુજરાતના ખેલાડી રાષ્ટ્રીય કક્ષા નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવતા થયા છે અને ગુજરાત નામ મેડલ ટેલી માં પ્રથમ ૧ થી ૧૦ નંબર માં આવતું થયું છે.

કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૬ -વડોદરા, ૨૦૧૭ -ગોધરા,૨૦૧૮-વડોદરા, ૨૦૧૯-ખેડા/મહેસાણા અને ૨૦૨૨માં મહેસાણા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભનું ટેક્નિકલ સંચાલન કરી સફળતા પૂર્વક પૂર્ણ કરેલ તેના અને જિલ્લા રમત વિકાસ અધિકારી તરફથી પ્રમાણપત્ર પણ મળેલ છે. અમારા સતત પ્રયત્નો ને કારણે કરાટે રમત ખેલ મહાકુંભ સ્પર્ધાને ૨૦૧૯થી જિલ્લા કક્ષાએ યોજાવાની પરવાનગી મળેલ છે. એસોસએશન સાથે ગુજરાતભરમાંથી ૨૫ જેટલા જિલ્લા લેવલના એસોસએશન જોડાયેલા છે.

કોવીડ ની મહામારી દરમ્યાન ખેલાડીઓ કરાટે રમતથી દૂર ન જાય અને તેમની શારીરિક અને માનસિક ક્ષમતા જળવાઈ રહે એ માટે કરાટે ડો ફેડરેશન ગુજરાત તરફથી ઇન્ટરનેશનલ કોચીસ દ્વારા ૧૯ ઓનલાઇન ફ્રી ઓફ ચાર્જ સેમિનાર કરવામાં આવ્યા અને ઓનલાઇન કાતા કોમ્પીટીઓનનું આયોજન કરી વિજેતાઓને ૪૧૦૦૦ રૂપિયાના ઇનામો એનાયેત કરવામાં આવ્યા હતા. કોવીડ સમયે સી એમ રિલીફ ફંડમાં ફેડરેશન તરફથી ૫૧૦૦૦ નું દાન કરવામાં આવ્યું હતું .

૨૦૨૩માં ગુજરાતના તમામ મેડાલીસ્ટ ખેલાડીઓ માટે ઇન્ડિયાના કાતા અને કુમિતે એક્ષ્પર્ટ અનિકેત ગુપ્તા અને પ્રણય શર્માનો ફ્રી ઓફ ચાર્જ સેમિનાર ટ્રાન્સ સ્ટેડી આમાં રાખવામાં આવ્યો હતો.

ગુજરાતની ખેલાડી પ્રિયંકા રામીને એશિયન ચેમ્પિયનશિપ માટે ૨૫૦૦૦ની મદદ કરવામાં આવી હતી.

હાલમાં નેપાળ ખાતે યોજાયેલ સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓ કુણાલ રાઠોડ અને પ્રિયંકા રામીને ૪૦૦૦૦ની મદદ કરવામાં આવી જેમાં કુણાલ રાઠોડે ટીમ કુમિતેમાં ગોલ્ડ અને પ્રિયંકા રામી કાતા ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર પરિવાર દ્વારા હનુમાન જયંતીની ઉજવણી સાથે 100 ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શ્રી હનુમાન જન્મોત્સવના શુભ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ…

શહેરના આઇકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત; યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *