Ahmedabad

ગાંધીનગરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરતા રાજ્યના મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપોત્સવ પર્વ દિવાળીની વિશેષ ઉજવણી ગાંધીનગરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે લાભાર્થીઓ ની પોતીકી વસાહત નમો નારાયણ રેસીડેન્સી માં સૌ સાથે મળીને કરી હતી.

મુખ્યમંત્રીએ આ ઉમંગ ઉજવણીમાં સૌ વસાહતીઓને પ્રેરણા આપતા કહ્યું કે તમારા પોતીકા આવાસની આ વસાહતમાં સૌ સાથે મળીને જેમ દિપાવલી ઉજવેછે તેમ સમગ્ર વસાહતની સ્વચ્છતા સફાઈ પણ સૌ કાળજી લઈને રાખે.

તેમણે સૌ વસાહતીઓને દિપાવલી અને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવતા વસાહત ને સ્વચ્છતા સફાઈ માં અન્ય માટે ઉદાહરણ રૂપ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળી શુભ કામના આદાન પ્રદાન કર્યું હતું અને આતશ બાજી નિહાળી હતી.
આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, મહાનગર પાલિકા ના અને શહેર સંગઠનના પદાધિકારીઓ, હાઉસિંગ સચિવ ગોહિલ તેમજ અધિકારીઓ અને વસાહતી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ…

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશના…

1 of 35

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *