1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ, 2026દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિતમહિલા સશક્તિકરણ, સલામતી, કાનૂની જાગૃતિ અને આત્મનિર્ભરતા (મહિલા સ્વાવલંબન ) પર કેન્દ્રિત કાર્યક્રમોની શ્રેણીનો સમાવેશ થાય છે.
અને એની સાથે સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને એમની પ્રવૃત્તિ અને કાર્યકાળ દરમિયાન પોતાની ફરજ સારી રીતે નિભાવી હોય તેવા કર્મચારીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે જેમાં નારી સંરક્ષણ ગૃહ ઓઢવ ( અમદાવાદ ) ખાતે ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા ધારિણીબેન બ્રિજેશગીરી ગોસ્વામી નું ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ,અને સાથે બીજા પણ ઘણા એવા કર્મચારીઓ જે સારી રીતે ફરજ નિભાવી રહ્યા છે તેઓને પણ એવોર્ડ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા ,

















