શુક્રવારે કચ્છી જૈન સમાજ યાત્રા કરશે છ’ગાઉની મહાયાત્રાની શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તમામ તૈયારીઓની આપાયો આખરીઓપ
આદપુર ગામના સિદ્ધવડ ખાતે ૯૦ જેટલા પાલ ઊભા કરવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ શત્રુંજય ગિરિરાજની વર્ષમાં એક જ દિવસ મોટી યાત્રા થાય છે, જે છ’ગાઉની મહાયાત્રા કેહવાય છે, જે ફાગણ સુદ તેરસ ના દિવસે જ થાય છે
આ વર્ષે બે દિવસ પછી એટલે તા.૨૩ ને શનિવારના યાત્રા યોજાશે, જે આ યાત્રાના દિવસે લાખો ભાવિકો યાત્રા માટે આવે છે, જ્યારે કચ્છી જૈન સમાજ એક દિવસ પૂર્વે એટલે શુક્રવારે યાત્રા કરશે, જેને લઇને યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રિકોને અગવડ ન પડે તેના ભાગ રૂપે સિદ્ધવડ ખાતે ૯૦ જેટલા પાલ ઉભા કરાઇ છે.
આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું સિદ્ધવડ ખાતે બહુમાન કરી સંઘપૂજન કરાઇ છે. તેમજ સિદ્ધવડખાતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને દેશભરના વિવિધ જૈન સંઘો અને મંડળો દ્વારા ૯૦ જેટલા પાલ ઊભા કરાયા છે. જેમાં ચા-પાણી, ઢેબરા-દહીં, ખાખરા, તરબૂચ, દ્રાક્ષ, તેમજ લીંબુ શરબત,વરીયાળી શરબત, શેરડીનો રસ, સાકર પાણી, સહિતની અલગ અલગ વયવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત ચોવિહારની પણ વ્યવસ્થા ભાવિકો માટે ઉભી કરવામાં આવે છે તમામ પ્રકારની કામગીરી ને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે