bhavnagar

બાબરા પંથકના તાવેદર ગામના જાલાભાઈ અને તેના પત્ની બન્ને બસમાં મોબાઈલ ભુલી ગયા અને પછી માનવતાને શોભાવતો કિસ્સો

ગારિયાધાર ડેપોથી રાજકોટ રૂટના બસ ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ને સલામ…બન્ને કર્મીઓની ઈમાનદારી અન્ય લોકો માટે પ્રેરણારૂપ

ગારીયાધાર ડેપોથી રાજકોટ રૂટની એસ.ટી.બસના ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ગારીયાધાર થી ઉપાડી રાજકોટ જતી બસમાં બાબરા થી બેસેલા મુસાફર રાજકોટ સુધીની મુસાફરી દરમિયાન મહિલા પેસેન્જર અને તેના પતિ જાલાભાઈ બન્ને પોતાના મોબાઈલ નંગ બે બસમાં પડી રહેલ હતુ જે મોબાઈલ કંડકટર રાહુલભાઈ ખુમાણને મળતા તેમણે તેમની સાથે ફરજ પરના ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાને બસમાંથી બે મોબાઇલ મળ્યાની જાણ કરતા બન્ને દ્વારા મૂળ માલિકને પરત આપવાનું નક્કી કરેલ

પેસેન્જર જાલાભાઈ નો સંપર્ક કરી રાજકોટ સેન્ટ્રલ બસ ડેપો ખાતે બોલાવી બન્ને મોબાઈલ મુળ માલીકને પરત આપેલ આ તકે રાજકોટ સેન્ટ્રલ બસ ડેપોના એ.ટી.આઈ.કિશોરસિંહ પરમાર કંડકટર રાહુલભાઈ ખુમાણ અને ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાનો પેસેન્જર જાલાભાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો મોબાઈલ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદારણ પુરુ પાડ્યુ હતું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર ડિવિઝન અને ગારીયાધાર ડેપોની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે પ્રેરક પ્રમાણિકતા દાખવવા બદલ રાહુલભાઈ ખુમાણ અને ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાને એસ.ટી.સ્ટાફ સહિતના દ્વારા અભિનંદન પાઠવ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *