કહેવત છે મન હોય તો માળવે જવાય પણ યોગ્ય રાહ ચીંધનાર હોય તો યોગ્ય સ્ટેશન આવે પરંતુ આ કહેવત ને હાલ સાચી બનાવી છે ભાવનગર જીલ્લા ના પાવઠી ગામેં રહેતી વિધાર્થી કુ.ગીતાબેન બારૈયા જે હાલ તળાજા ડેપોમાં કંડકટર તરીકે નોકરી કારીરહ્યા છે જેમને PHD ના સ્ટેશન સુધી પહોંચાડવા માટે રાહ ચીંધનાર માર્ગદર્શક શામળદાસ કોલેજ ના આચાર્ય શ્રી ડો.જે.બી. ગોહિલ સાહેબ તેમજ હાલ વલ્લભીપુર ફરજ બજાવતા ડો.સુરેશભાઈ બારૈયા સાહેબ છે
ડો.જે.બી.ગોહિલ સાહેબ ના જણાવ્યા મુજબ તેમનું કહેવું છે કે જો મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે
ત્રણ ભાઈ અને એક બહેન છે મમ્મી પપ્પા અને ભાભી સાથે રહે છે અને કંડકટર ની નોકરી કરતા બાકી રહેલા સમય મા પી.એસ.ડી ની તૈયારી કરી છે
દીકરો હોય તો એક ઘર તારે અને દીકરી હોય તો બે ઘર તારે ની કહેવત છે માતા પિતા એ દીકરી ને દીકરાની જેમ ભણાવી છે
જેમણે પુરાણોમાં નિહિત કથાઓ અને આખ્યાનોમાં નૈતિક મૂલ્યો – વર્તમાન સમયમાં ( વિષ્ણું પુરાણ અને અગ્નિપુરાણ ના પરિતેક્ષમાં ) પૂર્ણ કરેલ છે અને કંડકટર માંથી ડોકટર ની સફર ને પૂર્ણ કરી છે અને અથાગ મહેનત બાદ પી.એસ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે