જેમાં AI વિષે તેમજ સાયબર ક્રાઈમ શુ છે ? કેવા પ્રકારે ક્રાઈમ થાય છે અને તેનાથી બચવા કેવી તકેદારીના પગલાંઓ લેવા જોઈએ તેની જાણકારી ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓ આશરે ૫૦૦ની ઉપસ્થિતને કેતનભાઈ દવે દ્વારા સાયબર ક્રાઈમ અંગે તેમજ એસ.એફ.જાડેજા દ્વારા તેને લગતી માહિતી પૂરી પાડવામાં આવીહતી.
તદુપરાંત ટેકનીકલ માહિતી આદાનપ્રદાન તેમજ જીણવણ પૂર્વકની માહિતી આપેલ આ સમગ્ર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ સ્ટેટ ક્રાઈમ સેલ, જીલ્લા રેંજ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તદુપરાંત સાયબર એક્ષ્પર્ટ ટીમ તરફથી ગોવિંદભાઈ ભેટારિયા,એસ.એફ. જાડેજા,દેવશીભાઈ ઓઝા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પાઠશાળા સ્કુલ(Podar international School)નાં મેનેજીંગ ડાઈરેક્ટર શ્રી ભીખુભાઈ કામળીયા તેમજ સ્કૂલ આચાર્યશ્રી હીનાબેન કામળીયા તથા સ્ટાફે ખાસ જહેમત ઉઠાવેલ.અને મહેમાનોની ખાસ ઉપસ્થિતિ રહેલ.ખૂબ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજરી અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.