Latest

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્યમંત્રી, ગુજરાત સરકાર હર્ષ સંઘવી અને ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં 15 જાન્યુઆરી 2025 ના રોજ સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવેનું લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક સુધીર કુમાર શર્માએ જણાવ્યું કે અમદાવાદ ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર 7 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 25 મીટર બેરલ લાંબા નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવે જેનું લોકાર્પણ મંત્રીએ કર્યું.

આનાથી ટ્રેનોની બહેતર પંક્ચ્યુઅલિટીને મદદ મળશે, માર્ગ અવરજવરની કનેક્ટિવિટી ઝડપી થશે, રેલવે ફાટકો પર વાહનોના રોકાવાની સમસ્યાથી માર્ગ યાત્રીઓને રાહત મળશે.

આ સબવે શહેરના બંને ભાગો જેવા કે કલોલથી સેરથા-સઈજ ગામને નિર્વિરોધ જોડનારો સુરક્ષિત માર્ગ છે તથા આ સબવેના નિર્માણથી નિર્વિરોધ માર્ગ અવરજવરના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રદૂષણ ઓછું થશે. આવનારા સમયમાં આ પ્રકારના અન્ય 5-6 RUB/ROB બનાવવામાં આવશે.

આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક સુધીર કુમાર શર્મા સહિત મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *