પી.એન.આર. સોસાયટી સંચાલિત પાલીતાણા રિસોર્સ સેન્ટર પર વાઘેલા કૈલાશબેન તથા ડો.અવંતિકાબેન દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે હોળી અને ધુળેટીના પાવન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ
જેમાં ગોપાલભાઈ વાઘેલા, સંજયભાઈ હિંગુ તથા સમીમબેન ધીરુભાઈ માસ્તર હાજર રહ્યા હતા અને તેની સાથે મોટી સંખ્યામાં વાલી તથા બાળકો હાજર રહ્યા હતા, ત્યારે તમામ હાજર બાળકોને નાસ્તો અને પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
ત્યારે હોળી ધુળેટીના આ પાવન પર્વની ઉજવણીમાં મનોદિવ્યાંગ બાળકો ને રંગો સાથે પિચકારી નો વિતરણ થતાં નાના ભૂલકાઓ રંગોથી રમવા માટે ખુશીથી ઊછળતા જોવા મળ્યા હતા જેના કારણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા