શિહોર તાલુકાની મોટાસુરકા પ્રાથમિક શાળા સંચાલિત ગીરકેસરી ઈકો ક્લબ દ્વારા ‘કરુણા અભિયાન-૨૦૨૬ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં વન વિભાગ-લીલીયા દ્વારા બે સિંહબાળોનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું હતું.એ અંગે ગીરકેસરી ઇકો કલબના 45 વિદ્યાર્થીઓએ વનવિભાગને બિરદાવતા અભિનંદનના પત્રો લખ્યા હતા.સાથે શાળાના વિદ્યાર્થીઓએ અબોલ જીવ બચાવવાની પ્રતિજ્ઞા લઈ, વિવિધ પોસ્ટરો બનાવ્યા હતા.
ગીરકેસરી ઈકો ક્લબ દ્વારા સરકારશ્રીના આદેશ અન્વયે ‘કરુણા અભિયાન-૨૦૨૬’ની ઉજવણી
ઉતરાયણના તહેવાર નિમિત્તે સામાજિક જાગૃતિ ફેલાય એવા શુભ આશય સાથે “પક્ષી બચાવો” અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. લોકો સુધી સંદેશો ફેલાય એવા હેતુ સાથે પોસ્ટરો બનાવીને પ્રચાર-પ્રસાર કરેલ હતો.ગુજરાત, સમગ્ર દેશ માટે ગૌરવ સમા એશિયાટિક લાયન સિંહના રેસ્કયુંનો વિડીયો ટેકનોલોજીનાં માધ્યમથી નિહાળી બાળકો વનવિભાગને બિરદાવવા પ્રેરાયો હતો,બાળકો દ્વારા પત્ર-લેખન કરી વિભાગને બિરદાવેલ.
આ સમગ્ર આયોજન શાળાના પ્રિન્સીપાલ તથા ગીરકેસરી ઈકો ક્લબના ઈ.ઓફિસર શ્રી દીપકભાઈ આર.દવે દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ જોડાયા હતા.















