ભાવનગર ખાતે જીવદયા સેવાને બિરદાવવામાં આવી હતી. ભારત સરકારના યુવા બાબત અને રમતગમત કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા એ અબોલ જીવ બચાવવાના મહા અભિયાન માટે પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમને રૂબરૂ મળીને ખાસ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.
ઉત્તરાયણ દરમિયાન 10 દિવસ ભાવનગર શહેર જિલ્લામાં 100થી વધુ ભાઈ બહેનો પક્ષીઓના જીવ બચાવવા સેવા આપશે તેની માહિતી મંત્રીશ્રી એ મેળવી હતી. મંત્રી શ્રી ડૉ. માંડવિયા એ જણાવ્યું હતું કે જીવદયા એ શ્રેષ્ઠ સેવા છે. અબોલ જીવને પણ જીવવાનો અધિકાર છે. ત્યારે તેમના બચાવ માટે કરતા આ સેવાકિય પ્રયાસો અભિનંદનને પાત્ર છે. અને ગૌરવ સમાન છે.