વર્ષ ૨૦૧૭માં ભાવનગર જિલ્લાના બુધેલ ગામના સરપંચ દાનસંગભાઈ મોરી પર જે તે સમયના ગુજરાત ભાજપના દેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલ અન્યાય બાદ રાજપૂત સમાજ સરકાર સામે મેદાને આવ્યો હતો અને દાનસંગભાઈની એ ન્યાયની લડત માં અમિતભાઈની મધ્યસ્થી માં દાનસંગભાઈ પર અને તેમના પરિવાર પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાની શરતે સમાધાન થયેલું
એ સમાધાનની બેઠકમાં જ દાનસંગભાઈએ પોતાના પર દગો થશે એવી વાત અમિત શાહને રૂબરૂ કહેલ ત્યારે અમિત શાહ કહેલ કે દાનસંગભાઈ શું વાત કરો છો હું અમિત શાહ તમને પ્રોમિસ આપુ છું અને જામીનમાં મારી મૂછ નો વાળ મૂકી દવ ભાઈ અને હવે આ બધી જવાબદારી મારી છે તમે ચિંતા છોડો “.
પરંતુ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પૂરી થતા દાનસંગભાઈની શંકા સાચી પડી અને એમના કોઈપણ કેસ પાછા ન ખેંચાણા, ત્યારે દાનસંગભાઈ સમાજના આગેવાનો કે જેમને દબાણ પૂર્વક સમાધાન કરાવ્યું હતું એવા કાનભા ગોહિલ, વજુભાઈ વાળા, જશાભાઇ બારડ અને રૈયાભાઈ રાઠોડ તથા અન્ય આગેવાનોને મળે છે તો તેઓ પોતાના હાથ ઊંચા કરી લે છે અને કહે છે હવે એ તમે તમારી રીતે કેસ પૂરા કરાવો,ત્યાર બાદ અનેક વખત સી.એમ રૂપાણી,ડેપ્યુટી સી.એમ. નીતિનભાઈ પટેલ અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા,સી આર પાટીલને અનેક વાર મુલાકાત કરીને કેસો પાછા ખેંચવાની સરકારની જવાબદારી પૂર્ણ કરવા કહેવામાં આવે છે પરંતુ આજદિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી અને પ્રશ્નનું નિરાકરણ પણ આવેલ નથી, ત્યારબાદ અમિતભાઈ નો કોન્ટેક કરવા માટે અનેક કોલ અને મેસેજ કરીને પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ ત્યાંથી પણ કોઈ પ્રત્યુતર મળેલનથી.
૨૦૧૭ના આંદોલન પછી કેસો પાછા ખેંચવાની વાત તો દૂર રહી પરંતુ વર્ષ ૨૦૧૯માં સામાન્ય તકરારની બાબતમાં દાનસંગભાઈ અને તેમના પરિવારના ૧૧ સભ્યો પર નવો લુંટ કેસ દાખલ કરવામાં આવે છે ઉપરાંત બીજા ૧૦-૧૨ કેસ નવા દાખલ કરવામાં આવે છે એમની હોટેલ ૨ મહિના સુધી બંધ કરાવવામાં આવે છે ટ્રાવેલ્સ ૨ મહિના સુધી બંધ કરાવવામાં આવે છે તેમજ તેમના મિત્રો અને સગા સબંધીઓને ખુબ જ ત્રાસ આપવામાં આવે છે આમ આ સરકાર દ્વારા એક તો વચન આપીને ફરી જાય છે ઉપરાંત નવા કેસો દાખલ કરીને હેરાન કરવામાં કાઈ બાકી રાખવામાં આવ્યું નથી.
ત્યારે હવે શ્રી ક્ષત્રિય કરણી સેના દ્વારા આ બાબતે ન્યાયની લડત કરવામાં આવશે અને આખા ગુજરાત અને ભારતમાં ક્ષત્રિય કરણી સેના ઉગ્ર દ્વારા લડત કરવામાં આવશે