તારીખ: ૨૧-૦૩-૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ઉત્તરપ્રદેશ ના રાજ્યસભા ના સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલ સુમન દ્રારા વિર ક્ષત્રિય શિરોમણી મહારાણા સંગ્રામસિંહજી સિસોદીયા ( મહારાણા સાંગા ) ઉપર જે અપમાનજનક ટીપ્પણી કરવામાં આવી હતી.
તેના વિરોધ માં આજ રોજ ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ.ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી તથા ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર અને રાષ્ટ્રીય સોશ્યિલ મિડીયા ટીમના યૌદ્ધા વિજયસિંહ પરમાર તથા સમગ્ર કરણીસેના ટીમ ભાવનગર ના હોદ્દેદારો તથા હિન્દુ યુવા સંગઠન ભાવનગર શહેર ના પ્રમુખ સંતોષભાઈ અરજાણી તથા સમગ્ર હિન્દુ યુવા સંગઠન ભાવનગર ટીમ ના ભાઈઓ દ્રારા ઉત્તરપ્રદેશ ના રાજ્યસભા ના સમાજવાદી પાર્ટી ના રામજીલાલ સુમન નૂ સાંસદપદ રદ કરવા ભાવનગર કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી ને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.