bhavnagar

મહંત સ્વામી મહારાજની હાજરીમાં સત્સંગ દિન અને પ્રમુખ વરણી દિનની ભવ્ય ઉજવણી

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, મહુવામાં પધારેલા સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં હજારો હરિભક્તો તથા નગરજનો તેઓનાં અદ્ભુત દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે.

નિત્ય પ્રાતઃ પૂજા તથા સાયંસભામાં સ્વામીશ્રીની ઉપસ્થિતિ ભાવિકોને  આકર્ષિત કરી રહી છે.વિશેષમાં મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સ્વામીશ્રીને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું તથા દરજી જ્ઞાતિ સમાજ અને ખરક જ્ઞાતિ સમાજ દ્વારા પણ સ્વામીશ્રીને સન્માન પત્રથી નવાજિત કરવામાં આવ્યા.

ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, વિવિધ ઉદ્યોગપતિઓ અને દેશ-વિદેશના મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને ઉપસ્થિતિ રહ્યા હતા.
સાંજની સભામાં આશીર્વાદ અર્પતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે સત્સંગ અમૂલ્ય છે અને દરેક જો સત્સંગનું મૂલ્ય જાણે તો તેને કંઈ કરવાનું બાકી રહેતું નથી. ભગવાન તો ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે હંમેશાં હાજર જ હોય છે. સત્સંગ અને સેવા કરી લેવી જોઈએ, તો જીવમાંથી બ્રહ્મતત્ત્વ તરફ ગતિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પ્રમુખ વરણી દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંવાદ, નૃત્ય અને સંતપ્રવચનો દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુણગાન ગવાયા તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અદ્ભુત આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા.

સાથે આ સમય દરમિયાન હનુમંત સેવા મેડિકલ ટ્રસ્ટ હનુમંત હોસ્પિટલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં 400 થી વધારે લાભાર્થીઓએ પોતાના રોગનું નિદાન કરી નિશુલ્ક દવા પ્રાપ્ત કરી હતી જેમાં આઠ જેટલી અલગ અલગ વિભાગના તજજ્ઞ ડોક્ટરોએ પોતાની અમૂલ્ય સેવા આપેલી  અને
નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું જેમાં 65 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કરેલ.. અને ઉપરોકત સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ તથા સ્ટર્લીંગ એક્યુરિસ લેબોરેટરી તથા જનસેવા  ટ્રસ્ટ નાં સહયોગ દ્વારા લેબોરેટરી તપાસ-નિદાન  નો લાભ પણ આપણને તારીખ 12 જૂનના સાંજ ના 4:30 કલાક નાં  સ્વામીશ્રી પૂજા દર્શન સભામંડપ માં પણ પ્રાપ્ત થનાર છે.

અંતમાં પ્રવક્તાએ સ્વામીશ્રીનો આભાર માન્યો કે ૯૧ વર્ષની વયે પણ તેઓ સ્વાસ્થ્ય અને ગરમીના વાતાવરણને અવગણી તથા અમેરિકા અને અબુધાબી જેવા દેશોમાં સંસ્કૃતિ જયઘોષ કરીને નાનકડા મહુવા ગામમાં પોતાના ગુરુનાં જન્મસ્થાન અને સ્મૃતિ મંદિરે દર્શને પધાર્યા. સૌને તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિનાં દર્શન થયા. સભાના અંતે દરેક ભક્તજનોએ મંદિરમાં જ પ્રસાદનો લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

1 of 49

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *