ભાવનગર: સંજીવ રાજપૂત: .ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સમાવિષ્ટ નાની વાવડી ગામે સ્વ. ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વશરામભાઈ બી. નારોલા અને ધરમશી બી. નારોલાના સૌજન્યથી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્યમાં 11 મહિના અંતર્ગત 50300 સ્માર્ટ ક્લાસ સરકારી શાળામાં સંસ્થાપન કરવામાં આવેલ છે. ઉપરાંત 19000 થી વધુ કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. 6 હજાર નવા ઓરડા બની રહ્યા છે. પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સુવિધા ઉભી કરવાની નેમ પણ રાજય સરકારની છે અને આ શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે.
















