ઉપરવાસમાં પડેલા ધોધમાર કમોસમી વરસાદને લઈને તળાજા તાલુકાના નવી કામરોલ ગામ બે દિવસથી સંપર્ક વિહોણું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામથી પસાર થતી નદીમાં બે દિવસથી સતત પાણી વહી રહ્યું છે જોકે આવું અહીં વારંવાર બને છે અને ગામ લોકોની છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવાની માંગણી છેતેમ છતાં પણ તંત્રને કે જવાબદાર નેતાઓની આંખ ઉઘડતી નથી અને ચૂંટણી ટાણે વચનો આપીને વોટ લઈ જાય છે
જેના કારણે ગામ લોકો મોટી મુસીબતમાં મુકાય છે કારણ કે નવી કામરોલ ગામની બંને બાજુ નદીઓ હોવાથી જ્યારે પણ પૂર આવે ત્યારે સીમમાં રહેલા લોકો ગામમાં આવી શકતા નથી અને પ્રાથમિક શાળા પણ સામે કાંઠે હોવાથી બાળકો પણ મુશ્કેલી માં મુકાય છે અત્યારે હાલમાં બે દિવસ થી નદીમાં ઘોડાપૂર હોવાથી ગામલોકો મૂંઝવણ માં મુકાયાં છે

અને જો કોઈ ઇમરજન્સી હોસ્પિટલ નું કામ આવે તો સારવાર ના અભાવે મૃત્યુ પણ થઈ શકે જો આવા ગંભીર પ્રશ્ને સ્થાનિક નેતાઓ અંગત રસ દાખવે તો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ચૂંટણી ટાણે ગામલોકો પરચો બતાવી શકે છે
રિપોર્ટર. વિજય જાદવ પાલીતાણા
















