bhavnagar

બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર બોટાદ વુમન હેલ્પ ડેસ્ક ની સંયુક્ત કામગીરી દ્વારા ધાત્રી માતાનું છ માસની બાળકી સાથે મિલન

બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ વુમન હેલ્પડેસ્ક ની સંયુક્ત કામગીરી દવારા બેટી બચાવો બેટી પઢાવો વાક્ય ચરિતાર્થ ધાત્રી માતા નુ 6 માસની બાળકી સાથે મિલન

ગુજરાત સરકાર હંમેશા મહિલા અને બાળકો પ્રત્યે સંવેદનશીલ રહી છે એ વાક્યને ચરિતાર્થ કરવા માટે  બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ  તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ. બલોલીય સાહેબ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં એક ઉદાહરણરૂપ કિસ્સામાં સમજાવટથી સફળતા હાંસલ કરી છે.

ઘટનાની વાત કરીએ તો એક ધાત્રી માતા જે પોતે ૨ બાળકોની માતા છે અને ઘર સંસારના ૩ વર્ષ બાદ રસોઈ બનવવા જેવી ક્ષુલ્લક વાતથી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલચાલી થયેલ ત્યારબાદ તેણી દ્વારા પોતાની સમગ્ર આપવીતી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આવેલ કાઉન્સેલિંગ દરમ્યાન રીંકલબેન મકવાણાને જણાવેલ જેમાં જણાવેલ કે લગ્ન ને આશરે 3 વર્ષ જેટલો સમય ગાળો થયેલ છે સંતાનમાં 2 બાળકો છે જેમાં એક ૬ માસની સ્તનપાન કરતી બાળકી પણ સામેલ છે.

ધાત્રી માતા આગળ ના દિવસે પૂનમ રહ્યા હોય બીજા દિવસે સવારના તેમના પતિ ને જમવા માટે રસોઈ બાબત એ પૂછતાં પતિ યોગ્ય પ્રત્યુત્તર મળેલ નહી ત્યાર બાદ અરજદાર ના પતિ એ આશરે બે કલાક બાદ રસોઈ બનાવવા કેહતા બંન્ને પતિ પત્નિ વચ્ચે ઝગડો થયેલ, અરજદારે જણાવેલ કે સાસરી પક્ષના તમામ સભ્યો એ પતિ નો પક્ષ લીધેલ જેથી અરજદારે તેમના પિયર પક્ષ ના સભ્યોને બોલાવેલ ત્યાર બાદ અરજદાર ને  પિયરમાં લઇ ગયેલ,

બંન્ને બાળકો અરજદારના સાસરી પક્ષના કબ્જામાં હોય, ઝગડો વધુ ગંભીર થતા અરજદાર બેભાન પણ થઇ ગયેલ. પણ ભાનમાં આવ્યા બાદ પતિ દ્વારા સ્તનપાન કરતી ૬ વર્ષની બાળકી તથા અન્ય એક સંતાનને સાથે સોંપેલ નહી અને બાળકીને ભાભી સ્તનપાન કરાવે છે તારી જરૂર નહી તેવા શબ્દો કહી ધુત્કારવામાં આવેલ અને માટે ટેલીફોનીક માર મારવાની ધમકી પણ આપવામાં આવેલ,

ત્યારબાદ PBSC એ  અરજી ધ્યાને લઇ સામા પક્ષ ને કાઉન્સેલિંગ માટે બોલાવેલ. આ તકે મહિલા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા વુમન હેલ્પ ડેસ્ક ના  કર્મચારી  જાદવ તેમજ કાઉન્સેલર દ્વારા અરજદાર ના પતિ તેમજ સાસરી પક્ષ ના સભ્યો ને વાલી અને પાલી અધિનિયમ અંતર્ગત માર્ગદર્શન આપેલ જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે  અરજદાર ના પતિ તેમજ સાસરી પક્ષ ના સભ્યો દ્વારા રાજી ખુશી થી અરજદાર ને તેમનુ 6 માસ નુ બાળક સોંપલ અને માતા સાથે બાળકોનું મિલન થતા અરજદાર ની આંખ મા હર્ષ ના આંસુ આવેલ.

આ સંપૂર્ણ કાર્યવાહીમાં અરજદાર અને તેમના પિયર પક્ષ ના સભ્યો દ્વારા સેન્ટર ની ઝડપી કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલતા વુમન હેલ્પડેસ્ક નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ. અરજદાર દ્વારા  હાલ તેમના પિયરમાં જન્માષ્ટમી સુધી રહેવાનો નિર્ણય કરી આગળ ની કાર્યવાહી પણ સેન્ટર દ્વારા જ કરવા ઈચ્છા વ્યક્ત કરેલ છે.

આ ઉપરાંત બન્ને પક્ષ ને જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજનાનું ફ્રોર્મ વહેલી તકે ભરવા અંગે માહિતી અને માર્ગદર્શન પુરુ પાડેલ છે અને બંન્ને પક્ષ દ્વારા જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઇ વહેલી તકે ફ્રોર્મ ભરવા અંગે ની તૈયારી દર્શાવેલ છે, આમ PBSC ના હસ્તક્ષેપથી બંને પક્ષો વચ્ચે સકારાત્મક રીતે સુલેહ કર્યા બાદ રાજીખુશીથી સમગ્ર ઘટનાનું સુખદ રીતે અંત આવેલ છે.

રિપોર્ટર સંજના મકવાણા ગઢડા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાબરા પંથકના તાવેદર ગામના જાલાભાઈ અને તેના પત્ની બન્ને બસમાં મોબાઈલ ભુલી ગયા અને પછી માનવતાને શોભાવતો કિસ્સો

ગારિયાધાર ડેપોથી રાજકોટ રૂટના બસ ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ને સલામ...બન્ને…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

1 of 46

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *