bhavnagar

સરિતા માપક વિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેરની સતત પાંચ વર્ષે અનોખી અને અદભૂત શિવ ભક્તિ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન 30 અલગ અલગ ફળો ની માળાથી 30 અલગ અલગ શિવાલયો માં માળા અર્પણ કરવાનો સંકલ્પ પૂર્ણ

દુર્લભ અને જવલ્લે જ જોવાં મળતાં 1008   આંકડા  પુષ્પોની માળા બનાવી  નિષ્કલંક મહાદેવ ભગવાન તેમજ સોમવતી અમાસ દિવસે 108 કેળા ના હાર અને ભાગ્યેજ મળતા બીલી ના ફળો નો હાર બનાવી  ને  ખૂબ કઠિન એવી ૧૦૮ શિવ ચાલીસા પાઠ સાથે અર્પણ કરી

છેલ્લા ચાર વર્ષ દરમ્યાન પણ શિવજીને પેહલા વર્ષે  પ્રિય એવાં ૧૦૮ ધતુરાના પુષ્પોના ફળની માળા, બીજા વર્ષે ગુલાબ ની 2008 પુષ્પો માળા બનાવી  અર્પણ કરી હતી તેમજ ત્રીજા વર્ષે અલગ અલગ 30 દ્રવ્યો  થી અને ચોથા વર્ષે અલગ અલગ 30  ફૂલો ની માળા થી  પૂજા કરેલ હતી

શિવપુરાણમાં દર્શાવાયું છે કે ભગવાન શિવ સ્વયમ પાણી છે શિવ પર પાણી ચડાવવાના મહત્વ સમુદ્રમંથનની કથા સાથે જોડાયું છે અગ્નિ જેવા ઝેર પીધા પછી શિવનું ગળું લીલા રંગનું થઈ ગયું હતું ઝેર ના પ્રકોપ ને શાંત કરવા માટે  શિવને અશ્વિનીકુમારો અને સમસ્ત દેવી દેવતાઓએ દ્વારા ધતુરા જેવી ઔષધીઓ થી ગળા માં લેપ થી શાંતિ પાડ્યું હતું  આથી જ શિવપૂજામાં આંકડાનું , મહત્વ છે

સરિતા વિભાગમાં કાર્યરત એવાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જીગ્નેશ જોશી સાહેબ એક કુશળ સરિતા માપક અધિકારી  હોવાં સાથે અનોખાં અને આગવા શિવભક્ત પણ છે.જેની છેલ્લા પાંચ વર્ષ થી શ્રાવણ માસ માં જોવા મળે છે

સામાન્ય રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે શિવ ભક્તિ કરતાં હોય છે.પણ  શ્રી જીગ્નેશ જોશી સાહેબ એ આ વર્ષે ભગવાન શિવનો મહિમા કરતાં આની પેહલા ના વર્ષે 30 અલગ અલગ શિવાલયો માં 30 અલગ અલગ ફૂલો ની માળા અર્પણ કરી હતી.

ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ પ્રદર્શિત કરતાં લોકો  શ્રાવણ માસમાં  ભોલેનાથ શંકરને માટે ભાગે માટીના શિવલિંગ બનાવી, બીલીપત્રો, દૂધ, પાણી ચડાવીને અભિષેક કરતાં હોય છે.

આ ઉપરાંત ભગવાન શિવને રિઝવવા માટે ફૂલોની માળા પણ અર્પણ કરતા હોય છે. પરંતુ જોશી સાહેબ એ 30 અલગ અલગ ફળો ની માળા બનાવી 30 અલગ અલગ મહાલયો માં અર્પણ કરવું કઠિન કાર્ય છે.

શ્રી જોશી સાહેબએ પોતે જ ભાવનગરના   ૧૦૦૮ આંકડા ના ફૂલો  શોધ્યાં હતાં અને આ પુષ્પોની માળા બનાવીને ભગવાન નિષ્કલંક મહાદેવ   ને તેમજ રામેશ્વર મહાદેવ ને સોમવતી અમાસ  ૧૦૮ કેળા નો હાર અને જવલ્લે જ ઉપલબ્ધ એવા બીલી ના ફળો નો હાર બનાવી  ૧૦૮  અઘરી ગણાતી શિવ ચાલીસા ના પાઠ કરી  અર્પણ કરી હતી.

આ ઉપરાંત શ્રી જોશી સાહેબ દ્વારા શ્રાવણ માસ ના છેલ્લા  ચાર  વર્ષ ગત વર્ષે 30 અલગ અલગ ફૂલો ની માળા બનાવી 30 અલગ અલગ મહાલયો અર્પણ કરીએ પેહલા  2008 ગુલાબ પુષ્પો ની માળા તેના પેહલા વર્ષે 30 અલગ અલગ દ્રુવ્યો  કપિલા ગાયનું દૂધ,ચંદનવાળું જળ,અષ્ટગંધવાળું જળ,ગાયનું ઘી, મધ,સાકરવાળું જળ, રક્તચંદનવાળું જળ ધરો-દૂર્વાવાળું જળ, દાભળો દર્ભવાળું જળ ,સરસવનું તેલ, સુગંધી તેલ,શેરડીનો રસ, ત્રોફાનું જળ, દળેલી હળદર,આમળાનો રસ, દ્રાક્ષનો રસ , દાડમનો રસ,શમીપત્ર વગેરે નો થી શિવ ની અલગ અલગ મંદિરો પૂજા એની પેહલા વર્ષે 108 ધતુરા ના ફળો ની માળા બનાવી  પૂજા કરી હતી

આ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આ 30 અલગ અલગ ફળો ની  માળા બનાવી થી 30 અલગ અલગ શિવ મંદિરો. ભગવાન શિવને સમર્પિત કરવાનો તેમનો સંકલ્પ છે. આ સમગ્ર કાર્ય માં તેમની માતૃશ્રી ગાયત્રી બહેન ની પ્રેરણા અને પરિવાર નો સપોર્ટ ખૂબ મળી રહે છે

જોશી સાહેબ સફરજન,દાડમ,ચીકુ,સંતોળ, ફિન્ડલા,ખલેલા,જરદાળુ,ચેરી,ડ્રેગન ફ્રૂટ ,દ્રાક્ષ ,આલુ બદામ, નારંગી  ,કેળા,એવકોડા વગેરે જેવા 30  ફળો ની માળા બનાવી કાચ નું મંદિર,મીની કેદરનાથ,શિવ કુંજ આશ્રમ , ઝાંઝરિયા  હનુમાન વગેરે જેવા 30  શિવ મહાલયો  અર્પણ કરી સંકલ્પ પૂર્ણ કરેલ છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવાના આ અદભુત કાર્ય સાથે ચાલો આવો.. આપણે પણ તેમની સાથે બોલીએ….

ઓમ નમઃ શિવાય… ઓમ નમઃ શિવાય….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 48

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *