bhavnagar

પાલીતાણા શેત્રુંજય ગિરિરાજની છ`ગાઉ ની યાત્રામાં 70 હજારથી વધારે યાત્રિકોએ યાત્રા કરી

જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે તારીખ 22 અને શુક્રવારે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ ની યાત્રા કરવામાં આવી હતી

જ્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા આજે તારીખ 23 ને શનિવાર ના દિવસે વિધિવત જયજય શ્રી આદિનાથ ના જયઘોષ સાથે વહેલી સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટી થી પ્રારંભ થયો.આ છ ગાઉં ની યાત્રા માં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વ માંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉં ની યાત્રા માં જોડાય છે

ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછંળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લહાવો છે

જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની છ ગાઉં ની યાત્રા નો આજે વહેલી સવારે પાલીતાણા જય તળેટી થી જય જય આદીનાથ ના જયઘોષ સાથે આજે ફાગણ સુદ તેરસ ના દિવસે પ્રારંભ કરવામાં આવે છે

ફાગણ સુદ તેરસના દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે તેરસના દિવસે અહી મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મ માં તેરસની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય આજે હજારો લોકો છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે,

તેરસની આ છ ગાઉંની યાત્રા માં દેશભર ઉપરાંત વિદેશ માંથી હજારો લોકો શ્રાવક શ્રાવિકાઓ સાધુભવંતો ,સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યા માં જોડાય છે તેમજ સિદ્ધવડ ખાતે પાલ માં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આ યાત્રા કરે છે

જેને લઈ પેઢી દ્વારા તામમ પ્રકાર ની તૈયારી ઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેમાં કાચા પાણી થી લઈ 90 પાલ ની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો ને ક્યાંય તકલીફ ન પડે માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે,પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે.

આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાથી આગળ શ્રીઅજિત-શાંતિનાથની દેરી આવે છે.

ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા ૯ કે ૧૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે. શાંબ-પ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવનાં પુત્ર હતાં. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા.

માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે

પાલમાં દરેક યાત્રિકો ની દૂધ પાણી થી જમણા પગ નો અંગુઠો ધોઈ,કુમકુમ નું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે. જ્યાં 90 પાલ ની વ્યવસ્થા કરવામાં આવી જેમાં તેમજ ફ્રુટ થી શરુ કરી ને અનેક વાનગીઓઆ પીરસવામાં આવે છે.

તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વત થી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકો ને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે,

તેમજ આકસ્મિક સંજોગો ને પહોચી વળવા માટે ૧૦૮ ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવે છે.પાલ માં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટે ની વ્યસ્થા પણ કરવામાં આવે છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી કરી છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષતામાં યોગ દિવસની જિલ્લા કક્ષા ઉજવણીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ

૨૧ જૂન વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનાં આયોજન અંગેની પૂર્વ તૈયારી માટેની…

1 of 34

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *