યાત્રાધામમાં પાલીતાણા માં વર્ષોથી ચાલતી જીવદયા અને માનવસેવાની પ્રવૃતિ તેમજ વિવિધ સામાજિક સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાયેલી પાલિતાણાની શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિની ટીમ દ્વારા દર વર્ષની જેમ ઉનાળાના ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં અને ઉનાળા પ્રારભે ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનો વિતરણનો કાર્યક્રમ તા/01/04/2025 ના સવારે ભૈરવનાથ ચોકમાં આમંત્રિત મહેમાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમા યોજાયો હતો
આ સાથે આધુનિક યુગમાં લોકો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરે તેવો સંદેશો આપવા કાર્યક્રમ સાથે વધુમાં પાલીતાણા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રઝળતા અબોલ જીવોને જરૂરી જગ્યા પર પીવાના પાણીની ટાંકીઓ પણ મુકવામાં આવશે
ગૌસેવા સમિતિની પશુ સારવાર હેલ્પલાઈન નંબર ૭૩૭૩ ૧૫૪૧૫૫, પર યાદી કરવામાં આવશે
આજરોજ ૧૦૦૦ જેટલા પાણીના કુંડાઓનું તેમજ નાના પશુઓ માટૅ પીવાના પાણી નાની ટાકી નું વિતરણ ઉપસ્થિત પૂ,મુકેશગીરી બાપુ તેમજ પાલીતાણા ટાવુંન પોલીસ સ્ટેશન ના PI.કરમટા સાહેબ પાલીતાણા ના પત્રકાર મિત્રો તેમજ શાંતિભાઈ શાહ, ગૌસેવા સમિતિના કલ્પેશભાઈ પરમાર, શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિના ભરતભાઈ રાઠોડ અને કાર્યકર્તા ઓના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા