સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણામાં મહિલા અને બાળ વિકાસ, ગુજરાત સરકાર “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત 11 ઓક્ટોબર આંતર રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હેતલબેન દવે (દહેજ પ્રતિબંધક અધિકારી અને સહરક્ષણ અધિકારી,ભાવનગર અને ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવારમેન્ટ ઓફ વુમન,ભાવનગર અને અભયમ્ 181 ની ટીમ પણ ઉપસ્થિત રહી હતી
ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વનું કૉલેજ પરિવાર વતી પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે દીકરી વધામણા અંતર્ગત નાનકડી બાળા અને તેના માતાને જરૂરી સામગ્રીની કીટ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીની બહેનોને ખૂબ જરૂરી માર્ગદર્શન આપી વિવિધ યોજનાઓ સમજાવી હતી તો સાથે સાથે ઘરેલું હિંસા અને તેના કાયદાઓ વિશે જાણકારી આપી હતી અને તેની સાથે વિવિધ રમતોમાં સ્થાન પ્રાપ્ત કરેલ બહેનોને ખૂબ સરસ પ્રોત્સાહિત ભેટ પણ આપવામાં આવી હતી
રિપોર્ટર વિજય જધાવ પાલીતાણા