ભાવનગર ખાતે લુહાર જ્ઞાતિ દ્વારા છેલ્લા નવરાત્રી પર્વે વર્ષો થી પરંપરા મુજબ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે જેમાં સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા,મહામંત્રી આશિષ રાઠોડ,ચેરમેન વિપુલ હરસોરા,વા. ચે.હિતેશ પરમાર સુમિતાબેન રાઠોડ (સામાજિક કાર્યકર NGO ભરત મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ) તેમજ સમાજ કમિટી દ્વારા દર વર્ષ ઉજવણી દરમિયાન ભાવનગર ના આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજિત “શ્યામરંગ રાસોત્સવ” પ્રસંગે માતાજીની અખંડ કૃપા વચ્ચે રમઝટ ભર્યા ગરબે ઘૂમીને સૌ સાથે ભક્તિ, આનંદ અને સાંસ્કૃતિક પરંપરાનું સૌંદર્ય માણ્યું હતું.
“નવરાત્રી માત્ર ઉત્સવ નહીં પરંતુ શક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો પાવન પર્વ છે. આવાં આયોજનો સમાજમાં એકતા અને ભાઈચારાને વધુ પ્રગાઢ બનાવે છે.”
“માઁ જગદંબાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરી રહે તેવી પ્રાર્થના.આવે શ્રી જીતુભાઈ વાઘાણી જણાવેલ વધુ માં સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન ખેલૈયા ઓ ને ટ્રેડિશનલ ડ્રેસ,સ્ટેપ, સહિત ઇનામો ની વણઝારો સાથે સન્માનિત કરવામાં આવે છે તેમજ સુમિતાબેન રાઠોડ (સામાજિક કાર્યકર) દ્વારા જણાવતા સમાજ દ્વારા ઊજવતા તમામ ધાર્મિક તહેવારો ઉજવણી સાથો સાથ શિસ્તબ્ધ કાર્યક્રમ સાથે સિંદુર સોંગ,ભક્તિ ગીતો, ધાર્મિક માતાજી ના ગુણગાન સાથે ભક્તિભાવ સાથે સુમધુર સંગીત ના તાલે બહેનો નવરાત્રી પર્વ ઉજવણી કરી રહ્યા છે
ત્યારે સમાજ ના આગેવાનો, મહાનુભાવો,સમાજ શ્રેષ્ઠીઓ, માતાઓ ઓ ભાઈઓ બહેનો પણ ઉમંગ ઉત્સાહ સાથે સમાજ ના આગેવાની રાહબરી સાથે નીચે ભવ્ય નવરાત્રી ઉજવણી કરવામાં આવેલ