પાલીતાણા તાલુકાના ઘેટી ગામ થી નાનીમાળને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને મોંઘા દાટ ઇંધણનો વેડફાટ થઈ રહ્યો છે જેને લઈને લોકો ચિંતામાં મુકાયા છે
ઘેટી ગામ થી નાની માળને જોડતો આ 3.5 કિલોમીટર નો માર્ગ અત્યંત બીમાર બન્યો છે ત્યારે રોડ મા ખાડા કે ખાડા માં રોડ એ કેહવુ મુશ્કેલ બન્યું છે જેના કારણે આ રસ્તા પરથી પસાર થવું તે મગરની પીઠ સમાન બન્યો છે આ રસ્તા પર મોટા ખાડાઓ તેમજ રસ્તાની તમામ કપચીઓ ઉખડી જવાના કારણે લોકોની ગાડીઓ સ્લીપ થઈ રહી છે અને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે
સમગ્ર મામલે અધિકારી સી.વી સાવલિયા એ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘેટી ગામ થી નાનીમાળ ને જોડતો આ 3.5 કિલોમીટરના રસ્તા નુ કામ મંજૂર થઈ ગયેલ છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલ છે અને પૃથ્વી કોર્પોરેશન નામની કંપની દ્વારા 10 દિવસમાં આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અને લોકોને રસ્તાને લઈને જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે તે ધ્યાને લઈને વહેલી તકે આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા
















