bhavnagar

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

પચ્છેગામમાં શ્રી મુરલીધર મંદિર શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે,ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ,એટલે સંભળાતું નથી કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન શ્રી મુરલીધર નવનિર્મિત મંદિરના નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીએ કથામાં વિવિધ પ્રસંગ અવતાર વર્ણન કરતાં કહ્યું કે,ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે,આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ,એટલે સંભળાતું નથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ સુતજી દ્વારા ક્થાગાન પ્રારંભની વંદના વર્ણન કરી અવતાર કથાઓનું રસ દર્શન કરાવ્યુ નાદથી ધ્યાનનો ઉલ્લેખ કરી ૐૐ કાર પ્રણવ એ પરબ્રહ્મનો વાહક નાદબ્રહ્મ હોવાનું સમજાવી નાદ પછી શબ્દ અને પછી શાસ્ત્રમાં જણાવ્યુ નાદ ભીતરથી ઉદભવે ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે

ભાગવત અને ગીતા પણ આ નાદ એટલે મુરલી જ છે ધાર્મિક ક્થાએ મનોરંજન નહી,જીવનની ધન્યતા અને શ્રી હરિ માટે છે ભક્ત સંદર્ભે તેઓએ ઉમેર્યું કે,ભોળપણ,ભરોસો અને ભિનાશનો સમન્વય એ ખરી ભક્તિ છે કથામાં રાષ્ટ્ર વિકાસ અને પર્યાવરણ સંદર્ભે પણ પ્રેરક શીખ આપવામાં આવી આજની કથામાં ભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો પચ્છેગામમાં ભાગવત કથા અને મહા વિષ્ણુયજ્ઞ પ્રસંગમાં ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે

અહીંયા શ્રી રામબાપુ (બાવળિયાળી) શ્રી રામબાપુ (સમઢિયાળા)શ્રી રવુબાપુ (આંબલા)શ્રી વિશ્વાનંદ માતાજી (જાળિયા)શ્રી હંસા માતાજી (અગિયાળી)શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલી)શ્રી અમરદાસજી મહારાજ (રામધરી) સહિત સંતો,મહંતો અને કથાકારોની પ્રેરક ઉપસ્થિતિ રહી આજની કથામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા,દિગ્વિજયસિંહ ગોહિલ પેથાભાઈ આહિર સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ક્થા શ્રવણ માટે જોડાયા રસાળ શૈલીમાં સંચાલનમાં નરેશભાઈ મહેતા રહ્યાં છે ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતમાંથી ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે વિવિધ સંસ્થાઓ અને સ્વયં સેવકોની ખૂબ પ્રશસ્ય સેવા ભાવના સાથે ક્થા શ્રવણ અને પ્રસાદ લાભ સાથે આ ધર્મ ઉત્સવ અનેરો ઉપક્રમ બની રહ્યો છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

વીર દેવાયત બાપાના શૌર્યને સલામ માયધારમાં ઇતિહાસ જીવંત બન્યો માયધાર ગામે ગૌરવનો…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ,…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *