કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુક્શાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે
ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકશાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂઠી છે
તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લ્યે છે જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચુકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30 થી 35% રકમ પણ ખેડતોને ચુકવવામાં આવતી નથી. ગયા વર્ષે 2024 અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિ ને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે ખેડતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડુતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે જેમ UPA સરકારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના 78000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડતોના દેવામાફ કરે
કોંગ્રેસ દ્વારા આયોજનપત્રમાં કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહીને મામલતદાર ને આપ્યું આવેદન પત્ર ઉપસ્થિત લવતુકા અમિતભાઈ. પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ
ભગીરથસિંહ કે ગોહિલ વલભીપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હેમત ડાભી વલભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ
અહેવાલ ધમેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર
















