Breaking NewsLatest

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે ! પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

કિસાન આંદોલનો વિજય થયો
આખરે એક વરસના અંતે 19 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે ! સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને; મવાલી/ખાલિસ્તાની/દેશદ્રોહી/હિંસાવાદી/નકલી કિસાન/અરાજકતાવાદી/આતંકવાદી/આંદોલનજીવી વગેરે શબ્દોથી સતત બદનામ કર્યા હતા આંદોલન સ્થળોએ સત્તાપક્ષે ગુંડાઓ મોકલ્યા/કિસાનોને હિંસા માટે ઉશ્કેરવામાં આવ્યા/ મહિલાઓના ટોઈલેટ છીનવી લીધાં/ ટેન્ટ ઉખાડી નાંખ્યાં/ રસ્તાઓ ઉપર ખીલાઓ ખોડ્યા-બેરિકેડની હારમાળા ઊભી કરી/ 700થી વધુ કિસાનો શહીદ થઈ ગયા/ કિસાન નેતાઓનું ચરિત્ર હનન કર્યું; આખરે અન્નદાતાઓ ઉપર જુલમ ગુજારવાથી વડાપ્રધાનને શું મળ્યું? દુખની બાબત એ છે કે વડાપ્રધાનને એક વરસે સમજ આવી છે કે કોર્પોરેટ મિત્રોથી ઉપર લોકતંત્ર છે ! કિસાન આંદોલનકારીઓની બીજી મહત્વની માંગણી MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસની કાનૂની ગેરંટીની છે તે માંગ પણ સ્વીકાર્યા વિના છૂટકો નથી ! લાઠી બાબરા ધારાસભ્ય

આ વિજય માત્ર દેશના કિસાનોનો નથી પરંતુ શ્રમિકોનો/દલિતો/લધુમતીઓનો/સ્વતંત્ર પત્રકારો/બંધારણીય મૂલ્યોનો/અહિંસક લડતનો વિજય છે આ વિજય, અહંકારી/ક્રૂર/સીલેક્ટેડ કોર્પોરેટ મિત્રોની સરકાર સામે દેશના લોકોનો છે સવાલ એ છે કે એક વરસથી ગોદી મીડિયા ત્રણ કૃષિ કાનૂનોના ફાયદા ગણાવતા થાકતું નહતું હવે તેમનું મોં કઈ રીતે ખૂલશે ધારાસભ્ય ઠુંમર

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે 15 ઓગષ્ટ 1947ના રોજ મળેલ આઝાદી અને 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકારી,26 જાન્યુઆરી, 1950ના દિવસે તેને અમલમાં મૂક્યું હતું તેની આ જીત છે
જય સંવિધાન……

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *