અમિત પટેલ અંબાજી
અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ધામ મા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શનકરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ધામને વિશ્વ પ્રસિદ્ધ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથાગ મહેનત કરી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે છેલ્લાં કેટલાય દિવસથી અંબાજી ધામની સંસ્કૃતી બગાડવા માટે આબુરોડ નો માથાભારે વ્યકિત અંબાજી ખાતે મૂન સ્પા ખોલીને પોતાને કાયદાથી ઉપર ગણતો હતો જ્યારે આ બાબતે અંબાજી ના લોકોમાં ભારે રોષ વધવા લાગ્યો ત્યારે શ્રી આપણું અંબાજી ગ્રુપ મા લોકોએ પ્રતિભાવ આપ્યા ત્યારે આ મામલે ગ્રાહક સુરક્ષા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે આ માથાભારે અમરસિંહ એ પોતાની આબરૂ બચાવવા માટે મૂન સ્પા ના બોર્ડ ઉતાર્યા હતા.
અંબાજી ખાતે આવા બીભત્સ બોર્ડ કોઈએ લગાવ્યા નથી જેવા બીભત્સ બોર્ડ પરપ્રાંતીય અમરસિંહ અને તેના અંબાજીના કેટલાક પરદા પાછળ મદદ કરતા વિભીષણ દ્વારા લગાવવામાં આવ્યાં હતા. અંબાજી મા આવી બહારની ફાટેલી નોટોની દાદાગીરી બિલકુલ ચાલશે નહીં. અંબાજી ના લોકોની જાગૃતતા એ અંબાજી ધામ ની લાજ બચાવી છે. શ્રી આપણું અંબાજી આ બાબતે સજાગ છે અને રહેશે.
@@ અંબાજીના કેટલાક લોકો સ્પાવાળાને પરદા પાછળ મદદ કરતા હતા@@
અંબાજીના લોકો આવા સ્પા વાળાને મદદ કરતા હતા અને આવા ડબલ ઢોલકી વાળા ને ઓળખવાની જરૂર છે. અંબાજીમાં આવી બદીઓ ચાલશે નહીં